પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ભર ઉનાળામાં પીવાનાં પાણીની બૂમો ઉટી છે. ઉન વિસ્તારનાં રહીશો છેલ્લા એક મહિનાથી પીવાનું પાણીની નહિ મળતા વિરોધ નોંધાઈ રહ્યા છે. હેદરી નગરના રહિશોને પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ પાણીના માટલા ફોડી વિરોધ નોંધાયો છે. મનપાને અનેકો વખતો રજુવાત કરવા છતાં કોઈ કાર્યવાહિ નહિ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?


સુરત મહાનગરપાલિકા શહેરીજનોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનાં દાવા કરતી હોય છે પરંતુ સુરત સ્માર્ટ સિટીમાં જ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.જી હા સુરત શહેરના ભેસ્તાન હૈદરી નગરના રહિશો એક મહિનાથી પીવાના પાણીથી વંચિત છે. 


દર મહિને માત્ર 5000 જમા કરાવીને પણ બની શકો છો કરોડપતિ...આ ગજબની ફોર્મૂલા કરશે કમાલ!


છેલ્લા એક મહિનાથી તેઓના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પીવાનું પાણી આવતું જ નથી અનેકો વખત મહાનગરપાલિકાને રજૂઆતો કરી તે છતાં કોઈ પણ અધિકારીઓ ફરિયાદનો નિવારણ લાવતા નથી. સ્થાનિકો બાજુની સોસાયટી માંથી પીવાનું પાણી લેવા મજબૂર બન્યા છે. રોષે ભરાયેલા લોકોએ પોતાના વિસ્તારમાં જ પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.


જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...


મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી અને સ્વચ્છતા માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.ત્યારે આ સ્માર્ટ સિટીમાં જાહેર જનતાને પ્રાથમિક સુવિધા જ મળતી નથી. લોકોના વિરોધ પરથી ચોક્કસ પણે કહી શકાય છે. છેલ્લા એક મહિનાથી આ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ દિલ સુધી તેઓની ફરિયાદનું કોઈ નિવારણ આવ્યું નથી. જ્યારે લોકો વહેલી તકે પીવાના પાણીનું સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 


100-120 કિ.મીની ઝડપે પવન ફંકાશે! ચક્રવાત નહીં ફટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ