તેજશ મોદી, સુરત: ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગર પાલિકાએ વિકાસના કામો કરવા માટે કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે મનપાએ અલગ રીતે ભંડોળ મેળવવા માટે હાલમાં જ 200 કરોડના બોન્ડ જાહેર કર્યા હતા. પાલિકાને આ બોન્ડ થકી 2000 કરોડ મળવાની આશા હતી, જોકે દોઢ કલાકના ટૂંકા ગળામાં પાલિકાને 1135 કરોડનું બિડીંગ મળ્યું છે, જેના પર તે 8.68 ટકાનું વાર્ષિક વ્યાજ બોન્ડ લેનારાઓને ચૂકવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરતમાં 15 કરોડના ખર્ચે 3 ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ તૈયાર: CM કરશે ઉદ્ઘાટન


સુરત મહાનગર પાલિકાએ પોતાના વિકાસના કામો કરવા માટે બોન્ડ બહાર પાડવાનો નવો રસ્તો અપનાવ્યો છે. અત્યાર કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેવું પડતું હતું. જોકે હવે બોન્ડ થકી મનપા વિકસના કામો કરશે. મહત્વનું છે કે, ક્રીસીલે જે એક એજન્સી છે તને સુરત મહા નગર પાલિકાને એએ પ્લસ રેટીંગ આપતાં બોન્ડ બહાર પાડવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની આ કવાયત બાદ બીકેસીમાં બિઝનેસ સમિટમાં પાલિકા પ્રેજન્ટેસન કર્યું. આ સાથે જ 200 કરોડ રૂપિયાના બોન્ડ બહારનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.


વધુમાં વાંચો: ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર


બોન્ડ થકી પાલિકાને 24થી 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. આમ ગ્રાન્ટ મેળવવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકા 200 કરોડના બોન્ડ બહાર પાડવા માટે પાલિકાએ એસબીઆઈ કેપ અને આઈસીઆઈસીઆઈને કામગીરી સોંપી હતી. આ માટે રેટીંગ આવ્યા બાદ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં પાલિકા કમિશ્નર એમ. થેન્નારાશન, સીટી ઈજનેર ભરત દલાલ, ડે. કમિશ્નર બંકીમ દેસાઈ અને એકાઉન્ટ વિભાગના અધિકારીઓએ 200થી વધુ મોટી કંપનીઓ સામે મ્યુનિ. પોતાની આર્થિક સધ્ધરતાનો ચિતાર રજુ કર્યો હતો.


વધુમાં વાંચો: વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે: પરેશ ધાનાણી


પાલિકા 200 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે. તેમાં એક બોન્ડની કિંમત 10 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ઓછામાં ઓછા પાંચ બોન્ડ લેવાના હતાં. બુધવારે પાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડ્યાના માત્ર પ્રથમ મિનીટની અંદર જ 200 કરોડના બોન્ડ ભરાઇ ગયા હતા, સાથે જ 200 કરોડના બોન્ડ સામે 1135 કરોડનું બીડીંગ થયું હતું. રોકાણકારોના બોન્ડને લઇ અકલ્પનિય પ્રતિસાદને જોઇ પાલિકા ભવિષ્યમાં અન્ય પ્રોજેક્ટ માટે પણ બોન્ડ બહાર પાડી શકે એવી શક્યતા જણાઇ રહી છે. પાલિકા રોકાણકારોને ઓછામાં ઓછું 8.68 ટકા વાર્ષિક વ્યાજ ચુકવશે.


વધુમાં વાંચો: ATSએ 6 વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું 1 લાખનું ઇનાંમ


સુરત મહાનગર પાલિકા ટેક્ષેબલ બોન્ડની બીડીંગનો સમય સવારે 11 થી 12.30 સમયગાળા દરમ્યાન બી.એસ.ઇ પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો. બોન્ડ ટેક્ષબેલ, રીડીમેબલ, નોન-કન્વીર્ટબલ, લીસ્ટેડ બોન્ડ ડિબેન્ચરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા રોકાણકારોએ મળી કુલ 1135 કરોડનું અદભૂત બીડીંગ કર્યું હતું. પાલિકાને આશા હતી કે 2000 કરોડનું બિડીંગ થશે. જોકે પાકિસ્તાન વાયુસેનાએ કાશ્મીરમાં એલઓસી પાસે હુમલો કરતાં માર્કેટ નીચું રહ્યું હતું. જેની અસર રોકાણકારો પર પડી હોવાની માહિતી સાંપડી છે.


વધુમાં વાંચો: સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ


પાલિકાને 2 હજાર કરોડનું બીડીંગ મળશે એવી આશા હતી. જો કે માર્કેટમાં થયેલા ઉતાર-ચઢાવના કારણે બીડીંગ 1135 કરોડ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે જ્યારે 200 કરોડના બોન્ડ ઇશ્યુ કર્યા છે. ત્યારે પાલિકાને પ્રથમ 200 કરોડ મળી જતાં કેન્દ્ર સરકાર 100 કરોડના બોન્ડ પર 13 ટકા એટલે કે 13 કરોડ ગ્રાન્ટ આપશે. આમ 200 કરોડના બોન્ડ પર પાલિકાને 26 કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ પાલિકા વિકાસ કામની પાછળ ખર્ચશે. 


વધુમાં વાંચો: અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન


સુરત મહાનગરપાલિકા શહેરના વિકસના કામો માટે કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેતી હતી. ત્યારે બોન્ડ થકી થનારી આવકમાં અલગ અલગ પ્રોજેક્ટના કામો કરવામાં આવશે, પાલિકાએ ડ્રેનેજ વિભાગના 5 કામના 497 કરોડના અંદાજ સામે રૂા.263 કરોડના ડીપીઆર મંજુર થયા છે. જેમાં 70 ટકા રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ જ્યારે 30 ટકા પાલિકા ભોગવશે. જેથી આ પ્રોજેકટ પાછળ થનારા ખર્ચ માટે પાલિકાએ બોન્ડ બહાર પાડ્યા છે.


વધુમાં વાંચો: PM રીપોર્ટમાં પણ ન જાણી શકાયું વાઘના મોતનું કારણ, કરાયો અંતિમ સંસ્કાર


એએમસીએ પણ બોન્ડ બહાર પાડ્યા
સુરત મહાનગરપાલિકા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા પણ આવું કરી ચુકી છે. ગત જાન્યુઆરીમાં અમદાવાદ પાલિકાએ 200 કરોડના બોન્ડ ઇસ્યુ કર્યા હતા. જેમાં અમદાવાદમાં 1085 કરોડનું બીડીંગ થયું હતું. આમ અમદાવાદ મહાનગરપાલિકા કરતા સુરત મહાનગરપાલિકાને 200 કરોડના બોન્ડ સામે વધુ બિડીંગ મળ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લકિ કરો...