ચેતન પટેલ/ સુરત: સુરત (Surat) માં કોરોનાએ પગ પેસારો કર્યો છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકો કોરોના પોઝિટિવ (Child Corona Positive) આવતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કોરોના (Coronavirus) પોઝિટિવ આવ્યા છે. જો કે, 7 દિવસમાં 5 કેસ મળતાં સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય લોકોના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત (Surat) માં દિવસેને દિવસે કોરોના કેસમાં (Corona Case) વધારો થઈ રહ્યો છે. જો કે, સુરતમાં એક દિવસ પહેલા મેઘમહેર બિલ્ડિંગમાં એક સાથે 9 કેસ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પાલ રોડ પર આવેલા સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષના ત્રણ બાળકો સહિત પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Child Corona Positive) આવતાની સાથે જ આરોગ્યની ટીમ દોડતી થઈ હતી.


દિલ્હીમાં સંભળાશે ગુજરાતના સિંહની ગર્જના, CZA એ મંજૂર કર્યો હતો આ પ્રસ્તાવ


સુરતના સુમેરુ સિલ્વર લીફમાં બાળકોના કેસ પોઝિટિવ (Child Corona Positive) આવ્યા બાદ બિલ્ડિંગના તમામ બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આખી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો દ્વારા વેક્સીન લેવામાં ન આવી હોય તેવા તમામ લોકોને વેક્સીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


ડ્રગ્સ હેરાફેરીનું સેન્ટર બન્યું ગુજરાત, 26 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ


મહત્વની વાત છે કે, સુરતના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમાં પોઝિટિવ આવેલા બાળકોમાં શરદી, ખાંસી અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતા. જો કે, એકપણ ગંભીર કેસ સામે આવ્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube