સુરત : સોસાયટીમાં ઘુસવા જેવી સામાન્ય બાબતમાં એક વ્યક્તિની હત્યા
લાલગેટ વિસ્તારના માછીવાડ ખાતે મોપેડ પર આવેલા બે મિત્રોને મહોલ્લામાં અડધી રાત્રે કેમ આવ્યા છો તેમ પુછતા ઉશ્કેરાયેલા બંન્ને યુવક અને તેની સાથેના મિત્રો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજો સારવાર હેઠળ છે. બનાવ અંગે લાલગેટ પોલીસે હત્યાના પ્રયા હેઠળ ધરપકડ કરી છે.
સુરત : લાલગેટ વિસ્તારના માછીવાડ ખાતે મોપેડ પર આવેલા બે મિત્રોને મહોલ્લામાં અડધી રાત્રે કેમ આવ્યા છો તેમ પુછતા ઉશ્કેરાયેલા બંન્ને યુવક અને તેની સાથેના મિત્રો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજો સારવાર હેઠળ છે. બનાવ અંગે લાલગેટ પોલીસે હત્યાના પ્રયા હેઠળ ધરપકડ કરી છે.
વડોદરા: સ્ટેન્ડઅપ કોમેડિયનને અપશબ્દો બોલીને દુષ્કર્મની ધમકી આપનારની ધરપકડ
ખભા અને જાંધના ભાગે ચપ્પુના ઘા ઝીંકાયા
સૈયદપુરા એડુશની વાડીની નવી ચાલ ખાતે રહેતો 27 વર્ષીય અજય ઉર્ફે લાલુ રામભાઇ સ્વાઇ મેડીકલ દુકાનમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે અજય તેના મિત્ર માનવ ધીરજભાઇ પરમાર સાથે માછીવાડ બલદેવ બિલ્ડીંગ પાસે ઉભો હતો અને વાતો કરી રહ્યો હતો. દરમિયાન મધરાત્રે 12 વાગ્યાના અરસામા પ્રકાશ ઉર્ભે બળેલી ડોઢિયા અને ભાવેશ પાટીલ એક્ટિવા પર આવ્યા હતા. અજય સ્વાઇએ અમારા મહોલ્લામા કેમ આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા. પ્રકાશ બળેલીએ ચપ્પુ વડે માનવ પરમારના ડાબા પગની જાંધના ભાગે તથા અજયના બંન્ને પગ પર તથા ખભાના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.
આગાહી: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હુમલો કરીને બંન્ને લોકો ફરાર થઇ ગયા હતા. અજય સ્વાઇના ભાઇ ચિરાગે બંન્ને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં પ્રકાશને તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા હાલ બંન્ને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube