Surat Student Kept Copy in Shoe Sole : પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. હવે તો ટેકનોલોજીથી ચોરી કરતા થયા છે. પરંતું સુરતના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા જે નુસ્ખો અપનાવ્યો, તેનાથી તો સ્કવોડની ટીમ પણ ચોંકી ગઈ હતી. આ વિદ્યાર્થીએ ચોરી કરવા માટે ચંપલમાં નકલ છુપાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, નર્મદ યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રી થર્ડ સેમની એટીકેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચોરી કરી રહ્યો હતો. સ્ક્વોડને આ બાબતે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવતા જાણ્યું કે, તે માઇક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. આ બાદ સ્કવોડની ટીમે તેને પકડી પાડ્યો હતો. આ બાદ તેની ચોરીની સ્ટાઈલ જોઈ સ્કવોડ પણ ચોંક્યુ હતું. 


વિદ્યાર્થીએ ચંપલના સોલમાં ખાનું બનાવીને તેમાં કાપલી છુપાવીને લાવ્યો હતો. તેનું ચપ્પલનું સોલ ચેક કરતા તેમાંથી ધડાધડ કાપલીઓ નીકળી હતી. 


આ પણ વાંચો 


સંઘર્ષનું બીજું નામ એટલે બબીતા : પુરુષોના વ્યવસાયમાં એન્ટ્રી કરી રીક્ષા ચલાવે છે


હજી કેટલી ગ્રીષ્મા બનશે! સુરતમાં ફરી જાહેરમાં પ્રેમીએ પ્રેમિકા સાથે ખૂની ખેલ કર્યો


સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા


ગુજરાતમાં આજથી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, અલગ અલગ શહેરોના લેટેસ્ટ ભાવ