ચેતન પટેલ, સુરત : તાજેતરમાં સુરતના પનાસ ગામે તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. પતંગના દોરામાં લપેટાયેલી આ બાળકીને 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. પોલીસને તપાસ પછી બાળકીના માબાપનું પગેરુ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, ત્યજી દેવાયેલી આ બાળકી સગા ભાઈ-બહેનોના અનૈતિક સંબંધોનું પરિણામ હતું. બંને ભાઈ-બહેન સગીર વયના હતા અને પોલીસે બંનેની અટકાયત કરી છે. આ બાળકી મળી ત્યારે જ તેની તબિયત ખરાબ હતી અને હવે તેનું મૃત્યુ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં આંદોલનનો સિલસિલો યથાવત, ટાટના ઉમેદવારો મેદાને ઉતર્યા


બાળકીની કચરાપેટીમાંથી મળી ત્યારથી જ તેની તબિયત ખૂબ ગંભીર હતી. તેના શરીરનું તાપમાન ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા પણ અનિયમિત હતા. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના હૃદયમાં જ ખામી છે. તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સર્જરી પણ પ્લાન કરવામાં આવી હતી, પરંતુ સર્જરી થાય તે પહેલા જ કમનસીબ બાળકીએ દમ તોડ્યો હતો. આ બાળકીને સૌ પહેલા સ્કૂલે જતી એક છોકરીએ જોઈ હતી, અને તેણે પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. આખરે 108 બોલાવાતા બાળકીને પ્રાથમિક સારવાર આપી તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બીજી તરફ પોલીસે પણ બાળકીને કોણ મૂકી ગયું છે તેની તપાસ શરુ કરી હતી.


ACB ટ્રેપમાં વધુ એક ટ્રાફિક પોલસકર્મી સહીત 4 વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા


સુરતના પનાસ ગામે બનેલી ચોંકાવનારી ઘટના એવી છે કે, ઉત્તરાયણના બીજા દિવસે 17 જાન્યુઆરીના રોજ 15 વર્ષની એક કિશોરીને પનાસ ગામના SMC કવાટર્સ નજીક કચરાપેટીમાં એક બાળકી મળી આવી હતી. આ બાળકી પતંગના દોરામાં લપેટાયેલી હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું કે, તાજી જન્મેલી બાળકી સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ઉમરા વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેન વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. બાળકીને જન્મ આપનાર બહેન 17 વર્ષની હતી, જ્યારે ભાઈ 15 વર્ષનો હતો. ગર્ભ રહી ગયા બાદ શુક્રવારે બહેને બાળકીને જન્મ આપ્યો હતો. ઉમરા પોલીસે હાલ બહેન-ભાઈની અટકાયત કરી છે. બંન્નેએ પોલીસ સમક્ષ પોતાના સંબંધોને સ્વીકાર્યા છે. જોકે, ભાઈ સગીર હોવાથી યોગ્ય કલમો હેઠળ તેની ધરપકડ કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક