કોણ કરી રહ્યું છે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું? ડભારી દરિયા કિનારેથી મળ્યું લાખોની કિંમતનું ચરસ
ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી અવાર નવાર ડ્રગ્સ સહિતના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. મુખ્યત્વે સંદીગ્ધ ગતિવિધી દરિયો કાંઠા અથવા દરિયા વિસ્તારમાં જોવા મળતી હોય છે.
સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળેથી જઈને બિન વારસી હાલતમાં રહેલો 9 કિલો અને 40 ગ્રામ ચરસનો જત્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે કોસ્ટલ એરીયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાથી કઇ તારીખ સુધી મેઘો થશે મહેરબાન
ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી અવાર નવાર ડ્રગ્સ સહિતના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. મુખ્યત્વે સંદીગ્ધ ગતિવિધી દરિયો કાંઠા અથવા દરિયા વિસ્તારમાં જોવા મળતી હોય છે. સુરત શહેર અને જિલ્લામાંથી અવાર નવાર ગાંજો, ચરસના જથ્થો સાથે ઇસમોને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે સુરતના ઓલપાડ ખાતે ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ઓલપાડના ડભારી દરિયા કિનારે આવેલા ખોડીયાર માતાના મંદિર નજીક એક મીણીયા કોથળામાં ચરસનો જત્થો મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા ઓલપાડ પોલીસ અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
અંબાજી: યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા, 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બને તો
પ્રથમ દ્રષ્ટિએ કોથળા નું પેકિંગ જોતા તેની ઉપર સ્ટાર બક્સ ટ્રેડ માર્ક વારી કોફી બ્રાન્ડ નું પેકિંગ હોવાની જણાયું હતું. જોકે તેનું પેકિંગ ખોલતા તેમાં કેફી પદાર્થ હોવાનું સામે આવ્યું હતું. આ મોટા કોથળા માં અલગ અલગ 9 પ્લાસ્ટીકના પેકેટ મળી આવ્યા હતા. અને તેની ઉપર ઉર્દુ ભાષમાં લખાણ પણ જોવા મળી આવ્યું છે.
ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર કેમ જાય છે થાઈલેન્ડ, પત્ની જાણશે તો ક્યારેય નહીં મોકલે
પોલીસ દ્વારા માદક પદાર્થ માટે એફએલએલની ટીમને બોલાવી તપાસ કરાવતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે 13.56 લાખની કિમતનું 9 કિલો અને 40 ગ્રામ ચરસનો જત્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ ચરસનો જઠ્ઠો દરિયામાં તણાઈને આવ્યો છે કે પછી અહિયાં કોઈએ સંતાડી રાખ્યો છે. તે સમગ્ર બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
સરદારના નામવાળી યોજનાનું જેટલું ઊંચુ નામ,એટલું ઊંચું કામ,છલકાઈ ગુજરાત સરકારની તિજોરી
મહત્વનું છે કે જે વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાં કોઈ હજુ બીજો કોઈ જથ્થો છે કે નહીં તે માટે ઓલપાડ પોલીસ અને એસઓજી પોલીસની ટીમ દ્વારા આજરોજ દભારી દરિયાકાંઠા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.