કોણે કરી આ માસુમની આવી હાલત, સુરતમાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બાળકીને કચરામાં ફેંકી દેવાઈ
બાળકો ત્યજી દેવાનો કિસ્સો ગુજરાતમાં રોજેરોજ બની રહ્યો છે. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં માસુમોને તરછોડી દેવાય છે. ગઈકાલે નડિયાદ બાદ આજે સુરતમાં એક બાળકીને રસ્તે રઝળતી મૂકી દેવાઈ છે. સુરતમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાળકીને ત્યજી દેવામાં આવી છે. એક રહેદારીને બાળકીનો અવાજ આવતા તેણે તરત 108ની મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા આવ્યો.
ઝી મીડિયા/બ્યૂરો :બાળકો ત્યજી દેવાનો કિસ્સો ગુજરાતમાં રોજેરોજ બની રહ્યો છે. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં માસુમોને તરછોડી દેવાય છે. ગઈકાલે નડિયાદ બાદ આજે સુરતમાં એક બાળકીને રસ્તે રઝળતી મૂકી દેવાઈ છે. સુરતમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાળકીને ત્યજી દેવામાં આવી છે. એક રહેદારીને બાળકીનો અવાજ આવતા તેણે તરત 108ની મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા આવ્યો.
સુરત શહેરમાં નિષ્ઠુર જનેતાની ક્રૂરતા સામે આવી છે. કચરાના ઢેરમાં પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દેવામાં આવી હતી. સુરતના ભેસ્તાન બ્રિજ પાસેના કામનાથ મહાદેવ પાસે કચરાનો ઢગલો પડેલો હોય છે. ત્યારે ભારત ઠાકર નામના રાહદારી ત્યાથી પસાર થઈ રહ્યો હતો. આ શ્રમજીવીના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ આવતા જ તેઓ અટકી ગયા હતા. તેમણે કચરા પાસે જઈને જોયુ હતું તો કચરાના ઢગલામાં કંઈક હલનચલન થઈ રહ્યુ હતું. એક થેલીમાં હલચલ થઈ હતી, તેમણે થેલી જોઈ તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી બાળકી તેમાં હતી.
આ પણ વાંચો : Shocking News : સુરતમાં ભાન ભૂલેલા શખ્સે બાળકની ફેંટ પકડીને તેને માર માર્યો, CCTV માં કેદ થઈ ઘટના
આ જોઈ જ ભરત ઠાકોર થીજી ગયા હતા. ભરત ઠાકોરે તાત્કાલિક 108 નંબર પર ફોન કરીને ત્યજી દેવાયેલી બાળકી વિશે જાણ કરી હતી. તેમજ પાસે એક રીક્ષાવાળા પાસેથી ચાદર લઈને તેને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી હતી. બાળકી લોહીથી ખરડાયેલી હતી, તેથી તેને પહેલા તો કપડાથી સાફ કરી હતી. ત્યાર બાદ 108 ટીમ આવી પહોંચી હતી.
હાલ બાળકીને હોસ્પિટલના NICU માં સારવાર માટે મૂકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, બાળકીને જન્મના 4-5 કલાકમાં જ ત્યજી દેવાઈ હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી છે. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે.