ઝી મીડિયા/બ્યૂરો :ક્યારે શુ થઈ જાય એ કોઈ કહી ન શકાય. આવુ જ એક પિતા સાથે સુરતમાં થયુ. એક પિતાની લાપરવાહીથી માસુમ દીકરીનો ભોગ લેવાયો છે. પિતાએ પોતાના કામમા એવી બેદરકારી દાખવી કે દીકરી મોતના મુખમાં ધકેલાઈ હતી. નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં કામ કરતા એક પિતાએ ટ્રેક્ટર ચલાવતી વખતે ભૂલથી પોતાની જ દીકરીને કચડી નાઁખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. મૂળ જાલોદનો રહેવાસી સુરેશ બારિયા ત્રણ મહિનાથી સુરતના અડાજણ વિસ્તારમાં નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં મજૂરી કામ કરે છે. નવનિર્મિત કોમ્પ્લેક્સમાં સુરેશ બારિયા પોતાની પત્ની અને બે દીકરી સાથે રહે છે. ત્યારે શનિવારની સવારે કોમ્પ્લેક્સના કામ માટે રેતીનુ છારુ ભરવાનુ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યુ હતું. ખુદ સુરેશ આ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. 


આ પણ વાંચો : ચમત્કાર જેવી ઘટના, માત્ર 75 મિનીટમાં વૃદ્ધના હાથ કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું


સુરેશ ટ્રેક્ટર રિવર્સમાં લેવા ગયો ત્યારે પાછળથી બૂમ પડી હતી કે, કોઈ નીચે કચડાઈ ગયુ છે. સુરેશે ઉતરીને જોયુ તો તેની 3 વર્ષની દીકરી શીતલ જ ટ્રેક્ટરના તોતિંગ પૈડા નીચે કચડાઈ હતી. લોહીલુહાણ હાલતમા શીતલને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.


તપાસમાં સામે આવ્યુ કે, સુરેશની બંને દીકરીઓ નવનિર્મિત કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. તેમાંથી એક દીકરી શીતલ ટ્રેક્ટરની આસપાસ હતી. પરંતુ સુરેશને એ વાતની ખબર ન હતી કે, દીકરી ટ્રેક્ટરની પાછળ છે. આ ઘટનાથી સુરેશ અને તેની પત્ની આઘાતમાં આવી ગયા હતા.


પોતાની જ બેદરકારીને લીધે પોતાની દીકરી ગુમાવનાર પિતાએ કહ્યું કે મારી હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.