મોદી સરનેમ માનહાનિ કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું તેડું: આજે ગુજરાત આવશે!
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાતમાં આવશે. કોર્ટ કેસને લઈ રાહુલ ગાંધી સુરત (Surat) માં આવશે. બપોરે 3 કલાકે જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કરી હતી. હાલના વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો. રાહુલ ગાંધી બપોરે 2 કલાકે એરપોર્ટ પર પહોંચશે જ્યા કોંગ્રેસ (congress) આગેવાનો અને કાર્યકર્તાઓ સ્વાગત કરશે, ત્યારબાદ 2.30 કલાકે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પર તેમનું સ્વાગત કરાશે અને ત્યારથી 3.00 કલાકે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટ પહોંચશે.
ચેતન પટેલ/સુરત :કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાતમાં આવશે. કોર્ટ કેસને લઈ રાહુલ ગાંધી સુરત (Surat) માં આવશે. બપોરે 3 કલાકે જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કરી હતી. હાલના વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો. રાહુલ ગાંધી બપોરે 2 કલાકે એરપોર્ટ પર પહોંચશે જ્યા કોંગ્રેસ (congress) આગેવાનો અને કાર્યકર્તાઓ સ્વાગત કરશે, ત્યારબાદ 2.30 કલાકે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પર તેમનું સ્વાગત કરાશે અને ત્યારથી 3.00 કલાકે રાહુલ ગાંધી સેશન્સ કોર્ટ પહોંચશે.
આ કોર્ટ કેસ વિશે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, રાહુલ ગાંધી પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. તેઓ બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. ત્યાંથી સીધા કોર્ટમાં જશે. તેના બાદમાં સાંજે 5 વાગ્યે ફરી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો : બાળકોએ માતાપિતાની હાજરીમાં ફટાકડા ફોડવા એવુ કેમ કહેવાય છે તે આ વીડિયો જોઈને સમજાઈ જશે
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.