પાનખરમાં 83 વર્ષના વૃદ્ધાના નસીબમાં પીડા આવી, દીકરાએ કરોડોની પ્રોપર્ટી કબજે કરી કાઢી મૂક્યા
Son Evicts Old Mother : સુરતની વૃદ્ધાના પતિનું અવસાન થયા બાદ પુત્રએ પોત પ્રકાશ્યું, મુંબઇની ઓફિસ લઇ લીધી અને ઘરમાંથી પણ કાઢી મૂક્યા... 83 વર્ષની વૃદ્ધા હાલ બહેનને શરણે
Surat News : માતાપિતા પોતાનું આજીવન પોતાના સંતાનો માટે ખર્ચી નાંખે છે, પરંતું કેટલાક સંતાનો માતાપિતા માટે જરા પણ વિચારતા નથી. સભ્ય સમાજને ન શોભે તેવો એક કિસ્સો સુરતમાં બન્યો છે, જેમાં એક કળિયુગી પુત્રએ વૃદ્ધ માતાની કરોડોની પ્રોપર્ટી કબજે કરીને તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. કપુત સામે માતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કળિયુગી પુત્રએ માતાની 8 થી 10 કરોડની પ્રોપર્ટી કબજે કરી લીધી છે.
બન્યુ એમ હતું કે, સુરતના 83 વર્ષીય વૃધ્ધાના પતિનું 1987 માં નિધન થયું હતું. તેમનો પુત્ર લગ્ન બાદ પરિવાર સાથે મુંબઇમાં રહેતો હતો. કોરોના દરમિયાન માતાએ બોલાવ્યો હોવા છતાં તે આવ્યો ન હતો. આથી વૃદ્ધ માતા પોતાની દીકરી સાથે રહેવા મજબૂર બન્યા હતા. પરંતું કોરોના મહામારીમાં પુત્ર અને પુત્રવધુ સુરતમાં વૃદ્ધા પાસે રહેવા આવ્યા હતા. તેઓએ માતાને કહ્યું કે, મુંબઇમાં કોવિડ ખૂબ છે, તેથી અહી રહેવા આવ્યા છીએ.
ગુજરાતના એ ગઢવી, જે ઉલટા પગે ચાલીને દ્વારકામાં વ્હાલાના ચરણો સુધી પહોંચ્યા
પરંતુ સમય જતા પુત્ર અને પુત્રવધુ બંનેએ માતા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. એટલુ જ નહિ, બંનેએ વૃદ્ધા પાસેથી કોરા કાગળો પર સહી પણ કરાવી લીધી હતી. માતા મોતને ભેટે એ ઇરાદે બ્રેઇન સ્ટ્રોકની દવા પણ બંધ કરાવી દીધી હતી અને કહ્યું હતું કે તમે બહું જીવી લીધું, વધુ જીવવાની જરૂર નથી. ઉપરાંત મુંબઇ અને સુરતના મકાનના બક્ષિશ દસ્તાવેજ કરાવી લીધા હતા.
આ બાદ પુત્રએ વૃદ્ધાની સુરત અને મુંબઈમાંથી અંદાજે 8 થઈ 10 કરોડની પ્રોપર્ટી કબજે કરી લીધી અને માતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી વૃદ્ધ માતા પોતાની પુત્રીને ત્યાં રહેવા મજબૂર બીન છે. સમગ્ર મામલે માતાએ પુત્ર સામે ભરણ પોષણ અને ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી છે.
એક ખાસ વ્યક્તિને મળવા ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડ્યો, કાફલો રોકાવ્યો