• સુરતના પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું

  • આવનાર દિવસોમાં આ ડિવાઈસ ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે

  • આ ડિવાઈસમાં માટીમાં કેટલુ ભેજ છે અને તે ખેતી માટે કેટલી ઉપયોગી થશે તે જાણી શકાશે 


ચેતન પટેલ/સુરત :વિશ્વની સર્વોચ્ચ અવકાશીય સંસ્થા નાસા અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સર થકી મેપિંગ કરીને ત્યાંની માટી અંગેની જાણકારી લેતી હોય છે. પરંતુ સુરત (Surat) ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ હાલમાં જ માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું છે. જે માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકે છે. આવનાર દિવસોમાં ખેડૂતો માટે આ ટેકનોલોજી (technology) ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : નશાની હાલતમાં આ શખ્સે વિકૃતિની તમામ હદ વટાવી, પાડી સાથે કર્યું ગંદુ કામ


આ ટેકનોલોજી તરત રિઝલ્ટ આપે છે 
SVNIT ના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો.પિયુષ પટેલ અને તેમના પીએચડીના વિદ્યાર્થી પરેશ સાગરે હાલમાં જ ભારત સરકાર પાસે એક ડિવાઇસ માટે પેટન્ટ કરાવી છે. આ ડિવાઇસ ગણતરીની મિનિટોમાં ખેડૂતોને જમીનમાં ભેજ કેટલો છે તેની જાણકારી આપે છે. જેથી તેઓને પોતાના ખેતર (Agriculture) માં કયા પાકનું ઉત્પાદન કરવું જોઈએ તે અંગે જાણ થઈ શકે. આ એક માઇક્રોવેવ પદ્ધતિ છે, જે તરત જ રીઝલ્ટ આપે છે. જેથી તેની એક્યુરસી પણ વધશે અને રિપોર્ટ ઝડપી મળશે. 



માટી ખેતી માટે કેટલી ઉપયોગી તેની તરત માહિતી મળશે 
આ અંગે ડો. પિયુષ પટેલે કહ્યું કે, અમારૂ રિસર્ચ માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝર છે. જેમાં સાઈટ પરથી ત્રણથી ચાર સેમ્પલ લઈ માટીનું એનાલિસિસ કરાય છે. બાદમાં તેનું વજન કરી તેને ઓવનમાં ડ્રાય કરાય છે. ત્યારબાદ ફરીથી તેનું વજન કરી ગ્રેવીઓમેટ્રિક પદ્ધતિથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે કે તેમાં કેટલો ભેજ છે. અમે જે સેન્સર બનાવ્યું છે તે કેવિટી બેઝ સેન્સર છે. જેમાં બે અલગ અલગ સેન્સર એરે મૂક્યા છે. આ બન્ને વચ્ચે કેવિટીની અંદર માટી મૂકીએ છીએ, જેથી તેમાં રહેલા ભેજ વિશે તરત જ ખબર પડી જશે. માટી ચકાસવાની અન્ય પદ્ધતિ પણ છે, પરંતુ તેમાં જાણકારી મેળવવામાં સમય લાગતો હોય છે. અમારા ડિવાઈસના કારણે ઓછા સમયમાં તમામ જાણકારીઓ મળી રહેશે. આ ડિવાઇસને સાઇટ પર લઈ જઈને ટેસ્ટીંગ કરી શકાય છે. 


તેઓએ વધુમાં કહ્યું કે, નાસા કોઈ પણ ગ્રહ પર માઇક્રોવેવ એનલાઈઝર થકી જમીનનું મેપિંગ કરે છે અને ત્યારબાદ ઈમેજનું એનાલિસિસ કરે છે. જ્યારે અમારી પોઇન્ટ ઓફ કેર મેથડ છે. ડિવાઈસમાં ૧૦૦ ગ્રામ માટી  મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ મળી જાય છે. જ્યારે ટ્રેડિશનલ પધ્ધતિમાં ભેજનું પ્રમાણ જાણવા માટે ૨૪ કલાકનો થાય છે.