ગુજરાતની આ યુનિવર્સિટી બની ગઈ કંગાળ, પગાર ચૂકવવાના પણ રૂપિયા નથી
Surat News : સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયું આર્થિક સંકટ... આર્કિટેક વિભાગની તિજોરી ખાલીખમ થતાં પ્રોફેસરોના પગારમાં 20 ટકાનો કાપ મૂકાયો... સ્થિતિ સુધર્યા બાદ પૂરો પગાર ચૂકવાશે તેવું સત્તાધીશોનું રટણ...
Veer Narmad South Gujarat University પ્રશાંત ઢીવરે/સુરત : સુરતની VNSGUના આર્કિટેક વિભાગની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. યુનિવર્સિટી પાસે પ્રોફેસરોનો પગાર પૂરતો ચૂકવવાના રૂપિયા નથી. તેથી પ્રોફેસરોના પગારમાં 20 ટકાનો કાપ મુકાયો છે. વિભાગની સ્થિતિ સુધર્યા બાદ પૂરેપૂરો પગાર ચૂકવાશે તેવું હાલ યુનિવર્સિટીના સત્તાધીશો કહી રહ્યાં છે. યુનિવર્સિટીના VC જણાવ્યું છે કે આર્કિટેક્ચરનો કોર્સ સ્વનિર્ભર હોવાથી વિદ્યાર્થીઓની ફીની આવકમાંથી પ્રોફેસરોને પગાર ચૂકવાઈ રહ્યો છે. આર્કિટેક્ચર વિભાગની આર્થિક પરિસ્થિતિ સુધરશે, તે પછી જ ફરજ બજાવતા પ્રોફેસરોને પૂરેપૂરો પગાર ચૂકવવામાં આવશે.
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આર્કિટેક વિભાગની તિજોરી ખાલી ખમ થઈ ગઈ છે. આ વિભાગની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી પ્રોફેસરોના પગાર પર 20 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. આ જ મામલે યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આર્કિટેક્ચરનો કોર્સ સ્વનિર્ભર હોવાથી વિદ્યાર્થીઓની ફીની આવકમાંથી પ્રોફેસરોને પગાર ચૂકવાઈ રહ્યો છે. વિભાગની પરિસ્થિતિ સુધર્યા બાદ પ્રોફેસરોને પૂરેપૂરો પગાર ચૂકવાશે. આર્કિટેક્ટર વિભાગમાં કાર્યરત આર્કિટેક્ચરનો કોર્સ સ્વનિર્ભર છે, તે વિભાગની આવક વિદ્યાર્થીઓની ફીમાંથી થતી હોય છે. જે ફીની આવકમાંથી અધ્યાપકોને પગાર ચૂકવાતો હોય છે. પરંતુ હાલમાં આર્કિટેક્ટર વિભાગની આર્થિક પરિસ્થિતિ સારી નથી. જેથી વિભાગમાં ફરજ બજાવતા પ્રોફેસરોને 80 ટકા જ પગાર ચૂકવાઈ રહ્યો છે.
અંતે યુનિવર્સિટીએ જવાબમાં એવું જણાવ્યું છે કે, આર્કિટેક્ચર વિભાગની આર્થિક પરિસ્થિતિ સુધરશે, તે પછી જ ફરજ બજાવતા પ્રોફેસરોને પૂરેપૂરો પગાર ચૂકવવામાં આવશે. હાલ તો આર્કિટેક્ચર વિભાગ પ્રોફેસરો પરિસ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ૨૦ ટકાનો પગાર કાપ કરવામાં આવતા ક્યાંક પ્રોફેસરોમાં નિરાશા પણ જોવા મળી રહી છે.