ચેતન પટેલ/સુરત : સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ બનાવવાની લેબોરેટરી સુરત એસોજીની ટીમે ઝડપી પાડી હતી. આ  પ્રકરણમાં મુખ્ય આરોપી જૈમિન સવાણીની પુછપરછ પોલીસે હાથ ધરતા તેના સાધન સામગ્રી પુરી પાડનાર કોસાડ આવાસના ફૈઝલ પટેલને ગત મોડી રાત્રે અમરોલી પોલીસે ઝડપી પાડયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું જીવનદાન! સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના


સુરત એસોજીના પીઆઇ એસ આર સુવેરાની ટીમે ગઈ તા- 9 નવેમ્બરના રોજ સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસેથી 58.30 ગ્રામ એમડી ડ્ર્ગ્સ જથ્થા સાથે પ્રવિણ બલવંતરામ બિસ્નોઈને ઝડપી પાડયો હતો. તેની કબુલાતાને આધારે જૈમિન સવાણીની ધરપકડ કરી તેની સરથાણા રાજવી શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસમાં રેડ પાડી હતી. જેમાં જૈમિને તેની ઓફિસમાં જ એમ.ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી શરૂ કરી હોવાનું ખુલ્યું હતુ. જૈમિનની પુછપરછમાં તેની સાથે લેબોરેટરી બનાવવામામ ફૈઝલ અબ્બાસ પટેલ અને ઈમરાન ભાગીદાર હોવાનું ખુલ્યું હતુ. બાદમાં પોલીસે જૈમિનની પુછપરછમાં તેની સાથે લેબોરેટરી બનાવવામા ફૈઝલ અબ્બાસ પટેલ અને ઈમરાન ભાગીદાર હોવાનું બહાર આવતાં પોલીસે બંને જણાની શોધખોળ શરૂ કરી હતી. 


'મેં અપની મરજી સે એકાંત મેં જા રહા હું, આસારામ આશ્રમ કે ઉપર કોઈ આક્ષેપ ન લગાયા જાયે' ગુમ થયેલાં યુવકે ઈમેલ કરીને આવું કહ્યું!


દરમિયાન અમરોલી પોલીસે અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો ફૈઝલ પટેલને અમરોલી શ્રી રામ ચોકડી પાસેથી ઝડપી પાડી તેવો કબ્જો પુણા પોલીસને સોપ્યો છે. વધુમાં સુરત એસોજીએ અગાઉ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડેલ 58.530 ગ્રામ ડ્રગ્સમાંથી જૈમિન ફૈઝલને 50 ગ્રામ જથ્થો આપવાનો હતો. શરૂઆતમાં આ ત્રણેય જણા એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડયા બાદ ધીરે ધીરે વેચવા લાગ્યા હતા. જેમાં ફૈઝલ પેડલર તરીકે કામ કરતો હતો. પરંતુ ત્રણેય જણા વધુ પૈસા કમાવવાની લાલચમાં આવી ભાગીદારીમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી શરૂ કરી હતી. અને ડ્રગ્સ બનાવવા માટેની ક્રિયા તે સોશ્યલ મીડીયાથી શીખતો હતો. 


આજથી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમીઓપેથીકમાં ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ


આ ઉપરાંત ઈન્ડીયા માર્ટમાંથી તે ઓનલાઈન જરૂરૂ પાવડર મંગાવીને સિન્થેટીક નોર્કોટીકસ ડ્રગ્સ બનાવવાનું ટ્રાય કરતો હતો. વધુમાં તો આ ફેજનલી ભૂમિકા હતી કે જૈમીન જે ડ્રગ્સ બનવતો હતો તે ડ્રગ્સ શહેરમાં કે બીજી જગ્યાએ સપ્લાય કરવાનું કામ આ કરતો હતો. સુરતમાં ડ્ર્ગ્સ બનાવવાની લેબ માટે સાધન પૂરા પાડનાર કોસાડનો ફૈઝલ પટેલ ઝડપાયો અગાઉ પેડલર તરીકે કામ કરતા ફૈઝલે વધુ પૈસા કમાવવાની લાલચે ડ્રગ્સ બનાવવાની ફેકટરી શરૂ કરી દીધી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા સોશ્યલ મીડીયામાંથી શીખતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube