ચેતન પટેલ/સુરત: સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રાકૃતિક ખેતી કોન્કલેવમાં વીડિયો કોન્ફરન્સ મારફતે થોડીવારમાં સંબોધન કર્યું છે. પીએમ મોદીએ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કર્યું હતું. ત્યારે સુરતના ખેડૂતોએ પીએમનું આહ્વાન પરિપૂર્ણ કર્યું છે. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. જ્યાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સન્માનિત કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનું સંબોધન:


- અમૃતકલમાં દેશની પ્રગતિનો આધાર દરેકના પ્રયત્નોની ભાવના છે, જે આપણી વિકાસ યાત્રાને આગળ ધપાવી રહી છે.


- આઝાદીના 75 વર્ષ બાદ દેશે આવા અનેક લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.


- આપણા ગામોએ બતાવ્યું છે કે ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube