• છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નિયમ ભંગ ચલાવી નહીં લેવાય

  • ગજેરા સ્કૂલ હાલમાં જ ભાજપમાં જોડાયેલા ધીરૂ ગજેરાના ભાઈ વસંત ગજેરાની છે


ચેતન પટેલ/સુરત :ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલ (gajera school) ના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ઝી 24 કલાકના અહેવાલના અસર બાદ પોલીસ તંત્ર પણ દોડતુ થયુ હતું. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ જણાવ્યું કે નિયમ ભંગ ચલાવી નહીં લેવાય. અત્રે ઉલ્લેખનિય છે કે ગજેરા સ્કૂલ હાલમાં જ ભાજપમાં જોડાયેલા ધીરૂ ગજેરાના ભાઈ વસંત ગજેરાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરત : મહિલા TRB જવાનનુ ટ્રકની ટક્કરે મોત, પિતાએ પણ અકસ્માતમાં ગુમાવ્યો હતો જીવ  


પરવાનગી વગર વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાયા 
ગુજરાત સરકારે ધોરણ 9 થી ઉપરના વર્ગો (offline class) શરૂ કરવા આદેશ આપ્યા છે. પરંતુ સુરતના કતારગામ વિસ્તારની ગજેરા સ્કૂલને કોઈ નિયમો લાગતા નથી તેવુ લાગે છે. સરકારથી ઉપરવટ જઈને સુરતની ગજેરા સ્કૂલે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઝી 24 કલાકની ટીમે તપાસ કરતા અહી ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. આખરે કેમ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. તેમજ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આખો રૂમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ધોરણ 6 થી 8 ના વર્ગોમાં કોરોના ગાઈડલાઈનનું કોઈ પાલન કરવામાં આવ્યુ ન હતું. તો ધોરણ 8 ના એક શિક્ષક સાથે વાત કરતા કહ્યું કે, તમે પ્રિન્સીપાલ સાથે વાત કરો. હુ કંઈ ન કરીશું.


આ પણ વાંચો : અમરેલી : તૌકતે વાવાઝોડામાં સહાયના નામે નેતાએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ 


સરકારના નિયમોથી ઉપરવટ જઈને સુરતની ગજેરા સ્કૂલે શરૂ કર્યા ધોરણ 6 થી 8 ના વર્ગ