સુરત: MBBS ની ફાઇનલ યરની પરીક્ષાનો વિરોધ, ડીને કહ્યું પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગષ્ટથી MBBS ની અંતિમ વર્ષની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ખચકાઇ રહ્યા છે. પરીક્ષાના કારણોથી અપડાઉન અથવા શહેરમાં રહેવાની વ્યવસ્થા કઇ રીતે કરવી તે વિદ્યાર્થીઓ માટે સવાલ છે. આ ઉપરાંત કોઇ પણ રીતે તેઓ સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીઓ પણ નહી કરી શક્યા હોવા ઉપરાંત લોકડાઉનનાં કારણે કેટલોક અભ્યાસક્રમ પણ બાકી છે તેવામાં પરીક્ષા કઇ રીતે લઇ શકાય તેવો સવાલ થયો છે.
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગષ્ટથી MBBS ની અંતિમ વર્ષની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ખચકાઇ રહ્યા છે. પરીક્ષાના કારણોથી અપડાઉન અથવા શહેરમાં રહેવાની વ્યવસ્થા કઇ રીતે કરવી તે વિદ્યાર્થીઓ માટે સવાલ છે. આ ઉપરાંત કોઇ પણ રીતે તેઓ સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીઓ પણ નહી કરી શક્યા હોવા ઉપરાંત લોકડાઉનનાં કારણે કેટલોક અભ્યાસક્રમ પણ બાકી છે તેવામાં પરીક્ષા કઇ રીતે લઇ શકાય તેવો સવાલ થયો છે.
માર્કેટમસ્કતી કાપડ માર્કેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઓનલાઇન એક્ઝિબિશન
જો કે આ અંગે યુનિવર્સિટીના કુલપતિનો તર્ક છે કે, MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) ની ગાઇડ લાઇન અનુસાર જ પરીક્ષાનું આયોજન અને બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઇ જ સમસ્યા ન થાય તેની પણ ભાળ રાખવામાં આવશે.
અમરેલીમાં વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું
કુલપતિ અને ડીને જણાવ્યું કે, પરીક્ષા વિદ્યાર્થીઓનાં હીતમાં છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કોઇ સમસ્યા ન થાય તેવી તકેદારી રાખવામાં આવશે. બહારના વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. કોર્સ પણ પુર્ણ નહી થયા હોવાનું જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube