ઝી ન્યૂઝ/સુરત: સુરત દિવસેને દિવસે ક્રાઈમ કેપિટલ શહેર તરફ આગળ વધી રહ્યું છે. ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથીને ફરી એકવાર સુરત જિલ્લામાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બની છે. 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી દેવામાં આવી છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરી દેનાર હચમચાવતી ઘટના બની છે. અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું છે. આ ઘટનામાં પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારે પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી પરિવાર રહેતો હતો, આ પરિવારમાં બે બાળકી હતી. રવિવારે માતાપિતા નોકરી ઉપર ગયા અને ઘરમાં બાળકી ઘરે એકલી હતી, ત્યારે સાંજના સમયે 7 વર્ષની એક બાળકી કંઈક લેવા બહાર નીકળી હતી. તે સમયે 12 વર્ષની બાળકીને જોઈ અજાણ્યો નરાધમ આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં હવસખોરોએ માસૂમ બાળાને પીંખી નાખી હતી. એટલું જ નહીં, બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી, ગંભીર હાલત હોવા છતાં નરાધમ રૂમને બહારથી તાળું મારી ભાગી ફરાર થયો હતો.


બીજી બાજુ પરિવારમાં બાળકી ગુમ થતા આસપાસ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બહારથી મળી નહોતી. પછી બિલ્ડિંગમાં જ બાળકી મળી આવી હતી અને તેની હાલતને જોતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે.


સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં બિલ્ડીંગના જ કોઈ વ્યક્તિની સંડોવણીની શક્યતા દેખાઈ રહી છે. કારણ કે તો જ આ પરિવાર વિશે તેને બધી ખબર હતી. આ બિલ્ડિંગમાં અનેક પરિવાર રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube