કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડીસાના બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતને લઈ બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી ત્રણ તમંચાથી બીજા બુટલેગર ઉપર ફાયરિંગ (Firing) કર્યાની ચકચારી ઘટના બની હતી. અંદાજે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર ત્રણ જેટલી ગોળી વાગી હતી. જોકે આ ગેંગવોરમાં ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક સ્થાનિક હળપતિ યુવાનને છાતીના ભાગે ગોળી વાગતા એ નિર્દોષ યુવાનનું મોત નિપજ્યું છે. જેને પગલે સ્થાનિક પોલીસ (Surat Police) સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે પડી


પરપ્રાંતિયોનો વિસ્તાર ગણાતા સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ખુલ્લેઆમ ફાયરિંગના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઘટના એ હતી કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે બુટલેગરો વચ્ચેના ગેંગવોરને લઇ જોળવામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે સાંજે આઠ વાગ્યાની આસપાસ જોળવા ગામ તરફ જતા મુખ્ય રોડ પર આરાધના શોપિંગ સેન્ટર નજીક બે બૂટલેગરો વચ્ચે ત્રણ દિવસ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ જેટલા તમંચા વડે મુખ્ય રોડની બાજુમાં જ 5 થી6 રાઉન્ડ ફાયરિંગ થતા બે શખ્સો ઇજા પહોંચી હતી. તમામને તાત્કાલિક કડોદરા નજીક આવેલ સંજીવની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



મૂળ ઓડીસાના અને હાલ જોળવા આરાધના ડ્રિમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરિડા વિદેશી દારૂનો ધંધો કરે છે. તેને તેના જ વતનનો બન્નો માલિયો નામના બુટલેગર સાથે જૂની અદાવત હતી. બન્નો પણ હાલ જોળવામાં જ રહે છે. બે દિવસ અગાઉ બન્નો અને મોહન વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે અદાવત રાખી બન્નાએ સુરતથી ભાડૂતી માણસો મંગાવ્યા હતા. મોહન તેની હોટલ પર હાજર હતો ત્યારે જયેશ, કુંનો, વિકી, ભગવાન સહિતના અન્ય દસથી પંદર માણસો સાથે મોહનની હોટલ પર પહોંચી ગયા હતા અને મોહન કઈ સમજે તે પહેલાં તેના પર આ ટોળકીએ ત્રણ તમંચા વડે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન મોહનને બંને પગના સાથળના ભાગે તેમજ પેટના ભાગે ગોળી વાગી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રોડ પરથી પસાર થતાં રોશન રાઠોડ નામના યુવક ને ગોળી વાગી જતા તેનું મોત નિપજ્યું હતું.


મુખ્ય માર્ગમાંજ ફાયરિંગની ઘટના બનતા જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના સમયે જોળવા ગામના ત્રણ યુવાનો રોશન જીતુ રાઠોડ, વિવેક રાઠોડ અને સંતોષ રાઠોડ નજીકથી પસાર થતા હતા. જેમાં નિર્દોષ યુવાન રોશનને છાતીના ભાગે ગોળી વાગી ગઈ હતી. મુખ્ય રોડ પર ફિલ્મની જેમ આડેધડ ફાયરિંગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને સ્થાનિક પોલીસ તેમજ બારડોલી ડીવાયએસપી તેમજ જિલ્લા એલએબી સહિતની પોલીસ દોડતી થઈ હતી.


હાલ બંને ઇજા ગ્રસ્તો પૈકી મોહન તેમજ અન્ય ઈસમ જે બંને સંબંધે સાળા બનેવી પણ થાય છે એમની સારવાર ચાલી રહી છે. અને પોલીસે ફાયરિંગ કરનાર તેમજ કરાવનાર બુટલેગર બન્નો તેમજ અન્ય આરોપીઓને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ દારૂબંધી વચ્ચે પણ પોલીસના નાક નીચે બુટલેગરો આટલા બેફામ બનતા કાયદો અને વ્યવસ્થા સામે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. કારણ એજ બબાલ માં આખાતે એક રાહદારી એવા નિર્દોશ હળપતિ યુવાન  ગોળી વાગતા મોતને ભેટ્યો છે.