દુષ્કર્મ કેસમાં બીજો મહત્વપૂર્ણ ચુકાદો, સુરત પાંડેસરા બાળકી રેપ કેસમાં આરોપીને થઈ ફાંસીની સજા
સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.
તેજશ મોદી/સુરત :સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.
10 જ દિવસમાં બીજા નરાધમને ફાંસીની સજા કરાઈ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બાળકીઓ સાથે થતા આવા મામલામાં સરકાર ગંભીર બની છે. તાજેતરમાં સુરતના અન્ય એક રેપ કેસમાં નરાધમને ફાંસીની સજા કરવામા આવી હતી. ત્યારે 10 જ દિવસમાં બીજા નરાધમને ફાંસીની સજા કરાઈ છે.
આ પણ વાંચો : પતિ નોકરીએ જતા પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી, લાલઘુમ થયેલા પતિએ એવુ કર્યું કે શરમથી થઈ લાલચોળ
ન્યાય મળતા જ બાળકીનો પરિવાર રડી પડ્યો
ન્યાય મળતા જ બાળકીનો પરિવાર રડી પડ્યો હતો, કારણે કે તેમણે ફુલ જેવી બાળકી ગુમાવી હતી. બાળકીના પરિવારે ચુકાદા બાદ કહ્યું કે, ફાંસીની સજાથી અમે સંતુષ્ટ છીએ. મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે. એક વર્ષ અમે કેવો કાઢ્યો છે તે અમે જ જાણીએ છીએ. નરાધમને જોઈને જ તેને મારી નાંખુ તેવી ઈચ્છા થતી હતી. અમને તમામ લોકોએ સપોર્ટ કર્યો છે. તો બાળકીની માતાએ ચોધાર આસુએ રડતા કહ્યું કે, જે મારી દીકરી સાથે થયુ તે કોઈની સાથે ન થવુ જોઈએ. હવે અમારા પ્રેમનગર વિસ્તારમાં કેમેરા લગાવવા જોઈએ. જેથી બીજા કોઈની દીકરી સાથે આવુ ન થાય. આટલા દિવસ પણ રોકાવવુ જોઈતુ ન હતું, એ નરાધમને એ જ દિવસે મારી નાંખવો જોઈતો હતો.
આ પણ વાંચો : મમ્મીએ 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ લેવા મોકલી, પણ સગીર દુકાનદારે અંદર ખેંચી લીધી
પાંડેસરા દુષ્કર્મ કેસ
પાંડેસરા વિસ્તારમાં 7 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉ આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર 10 વર્ષ હતી. દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુશ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી.
(આરોપી દિનેશ બૈસાણ )
15 દિવસમાં ચાર્જશીટ
ઘટનાની ગંભીરતા જોઈને સુરત પોલીસે તાત્કાલિક અસરથી પગલા લઈને આરોપીને પકડા પાડ્યો હતો. પોલીસે તેને પકડીને માત્ર 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.