SURAT: શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી નાગરિકોમાં ફફડાટ, VIDEO થયો VIRAL
રાજ્યમાં ધીરે ધીરે દીપડાની રંઝાડ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. દીપડાઓ સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જ જોવા મળતા હોય છે જો કે હવે તો તે શહેરી વિસ્તારોમાં પણ ફરી રહ્યા હોવાનાં વીડિયો સામી આવી રહ્યા છે. રાજકોટ બાદ હવે દીપડાએ સુરતમાં પણ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે. શહેરનાં પાલ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી વીડિયોમાં દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દીપડો પાછળની દિવાલ કુદીને આવ્યો હતો અને પેટ્રોલ પંપના કુતરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરત : રાજ્યમાં ધીરે ધીરે દીપડાની રંઝાડ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. દીપડાઓ સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જ જોવા મળતા હોય છે જો કે હવે તો તે શહેરી વિસ્તારોમાં પણ ફરી રહ્યા હોવાનાં વીડિયો સામી આવી રહ્યા છે. રાજકોટ બાદ હવે દીપડાએ સુરતમાં પણ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે. શહેરનાં પાલ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી વીડિયોમાં દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દીપડો પાછળની દિવાલ કુદીને આવ્યો હતો અને પેટ્રોલ પંપના કુતરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલા ગામોમાં દીપડાના આંટાફેરા ચાલુ થઇ ગયા છે. અનેક પશુઓના મારણ કર્યાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે આ દીપડા હવે ખોરાકની શોધમાં છેક શહેરની હદ સુધી આવી જતા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સુરતનાં હઝીરા વિસ્તારમાં આવેલી એક કંપનીના કેમેરામાં પણ દીપડાના આંટા ફેરા કેદ થયા હતા. જો કે હજીરા દરિયા કિનારાનો અને છેવાડાનો વિસ્તાર હતો જો કે હવે દીપડો છેક સુરતનાં પાલ સુધી આવી પહોંચ્યો છે.
દીકરીના લગ્નની ખુશીમાં રામ કાર્ય કરવાનો આવ્યો વિચાર, કર્યો 1.51 લાખનો ચેક અર્પણ
સુરતનો પાલ ભરચક વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં મોટા પ્રમાણમાં નાગરિકો વસેલા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પેટ્રોલપંપ પર કામ કરતા લોકોએ રાત્રીમાં નોકરીએ આવવાની પણ મનાઇ કરી દીધી છે. તો બીજી તરફ વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂનું આપોઆપ પાલન થઇ જાય છે. આ ઉપરાંત સવારે લોકો મોર્નિંગ વોક માટે જવાનું પણ ટાળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube