Surat News : ગુજરાતીઓએ ફરી એકવાર તેમનો દારૂપ્રેમ બતાવ્યો છે. આ વખતે એવું કરી નાંખ્યુ કે, દારૂબંધીવાળા રાજ્યમાંથી દારૂ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા વિચારવું પડે. હદ તો ત્યારે થઈ ગઈ ત્યારે ગુજરાતીઓ દીવ, દમણ કે ગોવામાં નહિ પરંતું ફ્લાઈટમાં દારૂ ઢીંચ્યો. એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ- સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઈની ફ્લાઈટનું પહેલા જ દિવસે ગુજરાતીઓએ દારૂ પીને ઉદઘાટન કર્યું. ગુજરાતીઓએ એટલો દારૂ પીધો કે, એરલાઈનના સ્ટાફ પાસે સ્ટોક ખૂટી ગયો અને ગ્રાહકોને ના પાડવી પડી. સુરત બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં પ્રવાસીઓએ 1.80 લાખનો દારૂ પી નાંખ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતથી ડાયરેક્ટ બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. પહેલી ફ્લાઈટ 98 ટકા હાઉસફુલ હતી. ત્યારે પહેલા જ દિવસે સુરત-બેંગકોકની પ્રથમ ફ્લાઇટમાં પ્રવાસીઓએ 15 લીટર દારૂ પી નાંખ્યો હતો. 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખનો દારૂ પીધો હતો. છેવટે વિમાનના ક્રૂ સભ્યોને કહેવું પડયું, સૉરી નો લીકર.



ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો બધો સ્ટોક જ પાતાવી દીધો હતો. માત્ર દારૂ જ નહિ, સુરતીઓએ આ ફ્લાઈટમાં નાસ્તો પણ ખૂંટાડી દીધો હતો. ઉપરથી સુરતીઓએ ફ્લાઈટવાળાઓને વીડિયો બનાવી જવાબ આપ્યો હતો કે, સુરતની ફ્લાઈટ હોય એટલે બધી તૈયારી રાખવાની જ.  


સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઈની ફ્લાઈટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા હતા. જેમાં 300 મુસાફરોએ આલ્કોહોલ ખરીદ્યું હતું. આ કારણે એરલાઈન્સને 1.80 લાખની આવક થઈ હતી. 


રણને ચીરીને નીકળશે આ એક્સપ્રેસ વે, એકવાર જામનગરથી ગાડી ઉપડી તો સીધી પંજાબ પહોંચશે