સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ, ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ
સ્માર્ટ સિટી સુરતને (Surat) ગ્રીન સિટી બનાવવા માટે માત્ર પાલિકા જ નહીં પરંતુ સુરતીઓ પણ કટીબદ્ધ થઇ ગયા છે. એક જ દિવસમાં સુરતીઓએ 500 થી વધુ વૃક્ષોના છોડો (Plantation) અનોખી રીતે વાવ્યા છે
ચેતન પટેલ/ સુરત: સ્માર્ટ સિટી સુરતને (Surat) ગ્રીન સિટી બનાવવા માટે માત્ર પાલિકા જ નહીં પરંતુ સુરતીઓ પણ કટીબદ્ધ થઇ ગયા છે. એક જ દિવસમાં સુરતીઓએ 500 થી વધુ વૃક્ષોના છોડો (Plantation) અનોખી રીતે વાવ્યા છે. કોઈ શુભ પ્રસંગ હોય અને સુરતીઓ ગરબા (Garba) કરવાથી પાછળ રહી જાય તે શક્ય જ નથી. જ્યારે વાત સુરતને ગ્રીન સિટી (Green City) બનાવવાની છે ત્યારે સુરતીઓ હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમી ત્યારબાદ આ છોડને વાવ્યા હતા.
ગ્રો નેટિવ ગ્રીન ફોર્મ દ્વારા સુરતને (Surat) ગ્રીન સિટી બનાવવા માટે મોનસૂનમાં (Monsoon) ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતને વધુને વધુ હરિયાળુ બનાવવાના પ્રયાસ રૂપે મેગા પ્લાન્ટેશન (Plantation) ઇવેન્ટ દ્વારા વૃક્ષારોપણનો ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. ગવિયર ગામ ખાતે આ પ્રોજેક્ટ હેઠળ જ્યારે સુરતીઓ વૃક્ષારોપણ કરવા પહોંચ્યા હતા. તે પહેલા તેઓએ પોતાના હાથમાં છોડ લઈ ગીતોના તાલે ગરબે ઝૂમ્યા હતા. ગરબા કર્યા બાદ સુરતીઓએ 500 થી વધુ જેટલા છોડોના રોપણ કર્યા હતા.
આ પણ વાંચો:- વલસાડ નેશનલ હાઈવે પાસે બની ગોઝારી ઘટના, ત્રણ ટેમ્પો એકબીજા સાથે ટકરાતા આગ લાગી, બે ચાલકના મોત
આ અભિયાન ચલાવનાર વત્સલે જણાવ્યું હતું કે, મોનસુન સિઝનના દરેક રવિવારે અમે આવી જ રીતે શહેરને હરિયાળુ બનાવવા માટે નેટિવ વૃક્ષો વાવવાના છીએ. જેના કારણે ઇકોલોજીકલ બેલેન્સ પર્યાવરણમાં જોવા મળે એટલું જ નહીં જ્યારે અમે કોઈ સ્થળ પર વૃક્ષારોપણ કરવા જઇએ છીએ ત્યારે અમારી સાથે લોક ગાયક ગુલામ ફરીદ ખાન તેઓ લોકોની વચ્ચે નજમ અને અનેક લોક ગીતો રજુ કરતા હોય છે તેથી વૃક્ષારોપણનો ઉત્સાહ બમણો થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube