પ્રશાંત ઢીવરે/સુરત: કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી છે. આ બાબતે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા ધમકી આપનાર અમીલ વલ્લભ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. જમીન સાટાખતને લઈ બબાલ હતી, જેમાં કતારગામ પીઆઇના નામે ધમકાવવામાં આવ્યા હતા. અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. જમીન માફિયાઓએ વેપારીને ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વડોદરામાં ઘટી હોત 'સુરત તક્ષશિલા અગ્નિકાંડ' જેવી ઘટના! 20થી વધુ બાળ દર્દીઓનો બચાવ 


સુરતના શહેરના ન્યુ સીટી લાઈટ વિસ્તારમાં રહેતા વેપારીની નવસારીના જલાલપોરના દેવાડવા ગામે જમીન આવેલી છે. જમીન માફિયાઓએ વેપારી પાસેથી સાટાખત બનાવી લીધા બાદ પૈસા નહી આપી સાટાખત પરત કરવાના બદલામાં રૂપિયા 50 લાખની ખંડણી આપવાની માંગ કરી હતી. તેમજ એક યુવકે પોતાની ઓળખ પીઆઇ તરીકે આપી વેપારીને આજીવન કેદના ગુનામાં  ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર 6 વેપારીએ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે જમીન માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


આનંદો! શાળામાં આચાર્યોની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય, આટલી જગ્યાઓ પર હાથ ધરાશે ભરતી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ન્યુ સીટીલાઈટ રોડ સેન્ટ થોમસ સ્કુલની સામે સાંઈદ્વા૨ સોસાયટીમાં રહેતા અને બેટરીના વેપાર ધંધા સાથે સંકળાયેલા પ્રવિણ અંબાલાલ પટેલની માલીકીની નવસારીના જલાલપોર તાલુકાના દેલાડવા ગામે ખાતા નં-42, બ્લોક- સર્વે નં- 130 વાળી જમીન આવેલી છે. પ્રવિણભાઈએ આ જમીન વેચવા કાઢતા જમીન ઉપર અનિલ વલ્લભ વાઘેલા, બેગાની નિરેન્દ્ર રામચંદ્ર અને શશીકાંત મોતીરામ દેવાણીની દાનત બગડી હતી. દલાલ તરીકે શશીકાંતને મોકલી પ્રવિણભાઈ સાથે જમીનની મીટીંગ કરી જમીનનો 1.15 કરોડમાં સોદો કર્યો હતો. 


આ આઈસ્ક્રીમ લોકોની બની પહેલી પસંદ, પણ ભાવ સાંભળીને ચઢી જશે ઠંડી! જાણો શું છે ખાસિયત


ગત તા 6 એપ્રિલ 2022ના રોજ નિરેન્દ્ર બેગાનીના નામે સાટાખત બનાવી સામે ચેકો આપ્યા હતા. ત્યારબાદ જમીન માફિયા ટોળકીએ નક્કી કરેલ પેમેન્ટ ચુકવ્યું ન હતુ અને બળજબરી પુર્વક ચેકો પરત મેળવી લીધા હતા. ત્યારબાદ જમીનનું કામકાજ કરતા અને વેસુમાં ઓફિસ ધરાવતા અનિલ વાઘેલાએ પ્રવિણભાઈને ફોન કરી પોતે પોલીસ ઈન્સ્પેકટર હોવાની ઓળખ આપી જમીનના આજીવન કેદના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી અસલ સાટાખત પરત કરવાના બદલામાં રૂપિયા 50 લાખની માંગણી કરી અવાર નવાર ધમકી આપવવા લાગ્યા હતા. આખરે પ્રવિણભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે ત્રણેય જમીન માફિયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


12મેના રોજ PM મોદી ગુજરાતમાં; જાણો એક દિવસીય પ્રવાસનો સંપૂર્ણ A To Z કાર્યક્રમ


સમગ્ર મામલે ફરિયાદના આધારે આધારે પોલીસે ધમકી આપનાર અમીલ વલ્લભ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય એક આરોપીની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.