ભારતમાં પ્રથમ વાર ‘પાદ મારવાની’ સ્પર્ધાનું સુરતમાં કરાયું આયોજન
મનુષ્યના શરીર સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને લોકો હંમેશા સંકોચ અનુભવતા હોય છે. જેમાં પાદ મારવાને લઈને હંમેશા સંકોચની સાથે શરમ પણ લોકોને આવતી હોય છે, અનેક વખત એવું બનતું હોય છે કે, પાદ મારતી વખતે લોકો એકાંત જગ્યા શોધે છે તેમાં પણ મહિલાઓતો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.
તેજશ મોદી/સુરત: મનુષ્યના શરીર સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને લોકો હંમેશા સંકોચ અનુભવતા હોય છે. જેમાં પાદ મારવાને લઈને હંમેશા સંકોચની સાથે શરમ પણ લોકોને આવતી હોય છે, અનેક વખત એવું બનતું હોય છે કે, પાદ મારતી વખતે લોકો એકાંત જગ્યા શોધે છે તેમાં પણ મહિલાઓતો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.
સુરતમાં ભારતમાં પહેલી વખત પાદ મારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ત્રણ સ્પર્ધકોએ પાદ મારવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ પણ સફળ થયા ન હતાં, પરંતુ આયોજક ખુશ થયા હતાં કારણ કે, પેહલી વખત આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે લોકોએ પ્રયાસ કર્યો હતો. વિદેશોમાં પાદ મારવાની અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે.
અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં જાહેરમાં બીજેપીના સક્રિય કાર્યકર્તાની હત્યા
આવી વિચિત્ર સ્પર્ધા ભારતમાં યોજવીએ રમતની વાત નથી. કારણ કે, આવી બાબતને લઈને ભારતીઓ સંચકોચ અને શરમ બંને અનુભવે છે, કારણ કે આ શરીરમાં રહેલી કુદરતી પ્રક્રિયા છે, પરંતુ પાદ આવે તો જાહેરમાં ક્યારેય કોઈ મારતું નથી, કારણ કે પાદ માર્યા બાદ આસપાસના લોકો માટે તે વ્યક્તિ હાંસીનું પાત્ર બને છે. મહિલાઓતો ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ છે. આમ પાદની સ્પર્ધા રાખવી તે પણ ખુબ મુશ્કેલ કામ છે, જોકે સુરતમાં પાદ-શાહ નામથી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં
આ સ્પર્ધાની જાહેરાત થઇ ત્યારે 100થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જોકે આજે જ્યારે સ્પર્ધા હતી, ત્યારે તેમાંથી વીસથી પચ્ચીસ સ્પર્ધકો જ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ સ્પર્ધકો પૈકી માત્ર ત્રણ સ્પર્ધકોએ સ્ટેજ પણ જઈ પાદ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રેશના દિવસે જ ઘોડો ન દોડે તેવો ઘાટ સર્જાયો હતો. ત્રણ સ્પર્ધકોએ અનેક વખત પ્રયાસ કર્યા હતાં પરંતુ તેઓ પાદ મારી શક્યા ન હતાં, જેથી સ્પર્ધાના અંતમાં ભાગ લેનારા ત્રણ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.
રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખો જાહેર, 21મી ઓક્ટોબરે થશે મતદાન
આ સ્પર્ધાના આયોજક યતિન સાંઘોઈએ જણાવ્યું હતું કે, તેઓએ એટલા માટે સ્પર્ધા રાખી હતી કારણ કે, પાદ મારવીએ કોઈ શરમની વાત નથી, લોકો શરમ છોડી જાહેરમાં પાદ મારે અને કોઈ સંકોચ લોકોને રહે છે. સ્પર્ધામાં ભાગ લેનારા અલ્કેશ પંડયા અને સુશીલ જૈને જણાવ્યું હતું કે, તેમને સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. અને તેઓ ભાગ લેવા માટે સ્ટેજ પાર પણ પંહોંચ્યાં હતા. પરંતુ પાદ નહીં મારી શક્યા હતા, જોકે બીજી વખત તેઓ જરૂરથી પ્રયાસ કરશે.
જુઓ LIVE TV :