સુરત : શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલકનું વાહન જમા કરાવી દેતા હોય છે. એક મસમોટી રકમનો મેમો પણ ફટકારતા હોય છે. વીડિયો જોઇને યુઝરે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે, પોલીસની આવી દાદાગીરી વ્યાજની નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 249 કેસ, 280 દર્દી રિકવર થયા, 09 જિલ્લામાં એક પણ કેસ નહી


અઠવા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલક સાથે રકઝક કરતો એંકર સોશિયલ મીડિયા પર બહોળાપ્રમાણમાં વાયરલ થયો હતો. દંડ વસુલી કરીને વાહન ચાલકને મેમો ફટકારીને પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવું તે તેમની ફરજ છે. જો કે હવે ચાલક દંડ તો ભરે સાથે સાથે પરેશાન પણ થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. અહીંથી પસાર થતા વાહન ચાલકને પ્રથમ ટ્રાફિકનો મેમો આપી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વાહન ચાલકનું વાહન પણ જમા કરી લીધું હતું. 


VALSAD: પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરી દીધા બાદ યુવકે કર્યો દગો, યુવતીની સ્થિતી બની ખુબ જ દયનીય


પોલીસ દાદા એકના બે થતા નથી તેમને તો માત્ર વાહન ચાલકો પર ખાખીનો રોફઝાડવાના મુડમાં હતા. એક તરફ ટ્રાફિકના અભિયાનો ચાલવી ઉચ્ચ અધિકારીઓ વાહન ચાલકોને સમજાવવાની શેખી મારે છે તો બીજી તરફ પોલીસ દાદાઓ ગ્રાઉન્ટ લેવલ પર તહેનાત ટ્રાફિક કોન્સ્ટેબલો દ્વારા અભિયાન પર પાણી ફરી વળતું હોય છે. આવામાં જરૂરી છે કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સારા વર્તન માટે નીચેના અધિકારીઓને સુચન કરવામાં આવે તે જરૂરી છે. હાલ તો પોલીસની આ ઉદ્દંડતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube