ચેતન પટેલ/ સુરત: સુરતમાં ઇકો કારને નિશાન બનાવતી ગેંગને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા રાત્રી દરમિયાન વિવિધ વિસ્તારોમાં ફરી ઇકો કારને નિશાન બનાવી તેના સાઇલેન્સરની ચોરી કરવામાં આવતી હતી. આ સાઇલેન્સરમાંથી પેલેડિયમ કેથેલીક ડસ્ટ જેવી કિંમતી ધાતુ મળતી હોવાને કારણે તેની ચોરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે 21 જેટલા સાઇલેન્સર મળી કુલ સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાય સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં ECO કારના સાઈલેન્સ ચોરી થતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ECO કારના સાઈલેન્સની ચોરી કરનાર ટોળકી હાલ વરાછા વિસ્તારમાં ફરી રહી છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીના સાત સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 21 જેટલા સાઈલેન્સ મળી આવ્યા હતા.


આ પણ વાંચો:- મા-બાપના એક અવાજ પર ઉત્તરાખંડના લોકોની મદદે આવ્યા ગુજરાતના વેપારી


પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ અનિલ ગીરી ગોસ્વામી, કેયુર અંજાની, ભાવિન ઝાલાવાડીયા, જૈમિસ ધાનાની, દાનીસ મન્સુરી તથા અબ્દુલ મન્સુરૂ જણાવ્યું હતું. તેમની પૂછપરછમાં તેઓએ વાતની કબૂલાત કરી હતી કે, તેમની ગેંગ રાત્રિના સમય દમરિયાન વરાછા, પૂણા, સરથાણા, કાપોદ્રા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરતી હતી અને ઈકો કારને નિશાન બનાવી તેમના સાઈલેન્સ ચોરી કરતા હતા.


આ પણ વાંચો:- ગણેશ પ્રતિમા બનાવનારાઓની હાલત કફોડી, કહ્યું-સરકાર તહેવારમાં છૂટછાટ આપે અથવા મદદ કરે


થાઈલેન્ડ શર્મા પેલેડિયમ કેથલિક ડસ્ટ જે કિંમતી ધાતુ હોય છે તેના વેચાણથી હજારો રૂપિયાની કમાણી થતી હોય છે. આ સાઈલેન્સની ચોરી કરી તેઓ કામરેજના દિલ્હી સ્ક્રેર તથા નિઝામી સ્ક્રેપમાં વેચાણ કરતા હતા. આ ઉપરાંત તેઓ ગેરેજમાં આવેલી ઈકો કારમાંથી પણ સાઈલેન્સરમાં રહેલી કિંમતી ધાતુઓની ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે સરથાણા, કાપોદ્રા, પૂણા, કામરેજ, અમરોલી તથા વરાછા મળી કુલ 21 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.


આ પણ વાંચો:- 7 વર્ષમાં બગડી ગઈ સુરતના મેયર-કમિશનરની ગાડી, 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદાશે


પોલીસે તેમની પાસેથી 21 સાઈલેન્સર 700 ગ્રામ ડસ્ટ, એક કાર, ત્રણ ટુ વ્હીલર અને 6 મોબાઈલ મળી કુલ દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube