તેજશ મોદી/સુરત: દેશ -વિદેશમાં ફરવા જવાની ઈચ્છાઓ અને મોજશોખ પુરા કરવા માટે અનેક લોકો શોર્ટકટ વાપરી ગુનાખોરીના રવાડે ચઢતાં હોય છે. ત્યારે સુરત પોલીસે એક એવા વાહનચોરને પકડી પાડ્યો છે, જેની પાસેથી 19 બાઇક કબજે કરી 18 ગુનોઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મદદનીશ પોલીસ કમિશ્નર ઝેડ આર દેસાઇએ જણાવ્યું હતું કે વાહનચોરી, મોબાઇલ ચોરી, ધરફોડ ચોરી, જુગાર પ્રોહીબિશન તથા શરીર સંબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઈ હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી એક આરોપી જે વાહન ચોરીના કેસમાં ફરી રહ્યો છે તે સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ પસાર ઠવણનો છે. તેની પાસે આધાર પુરાવા વગરની સફેદ કલરની મોપેડ છે, જેને તે વેચાણ કરવા માટે સુરત રાંદેર ઉગત બોટનિકલ ગાર્ડનની સામેથી નિકળશે. 


નરેશ પટેલને લઈને કદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે: કોંગ્રેસ નેતા મનહર પટેલ


બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેને 18 અનડીટેકટ ગુનાઓની કબૂલાત કરી હતી. સાથે જ અલગ અલગ કુલ્લે 19 મોટરસાયકલ અને મોપેડ મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સાજીદ ઉર્ફે સાજીદ દુબઈવાલા મજીદ શેખ સુરતના મોમનાવાડ ખાડી, ગોપીપુરાનો અને મૂળ નિઝામપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે. 


GUJARAT CORONA UPDATE: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધ્યા, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા


સાજીદ હાઈપ્રોફાઈ જીવનશૈલી જીવવા માટે સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઈ વાહનો ચોરી કરતો હતો. ચોરેલા વાહનો અલગ અલગ અવાવરૂ જગ્યાઓ પર સંતાડી રાખી અનુકુળ સમયે વાહનોને ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચાણ કરતો હતો. વાહન ચોરી કરી તેને વેચી મોટા પ્રમાણમાં રૂપિયા મેળવી દેશ-વિદેશમાં ફરવાની ઈચ્છા રાખતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube