Surat Lady Don ચેતન પટેલ/સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવના નામની યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. તેણે હાથ લાકડાનો ફટકો રાખી બાઈક પર પસાર થઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો કરતો વીડિયો વાયરલ થયો હતો. અગાઉ પણ ચપ્પુ હાથમાં રાખી લોકોને ધમકાવવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા કાપોદ્રા પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં લેડી ડોન બનવાના અભરખા જોતી એક યુવતીએ લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું. જોકે પોલીસે તેમના સપનાને રગદોળી યુવતીને પાઠ ભણાવ્યો. યુવતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાલંદા સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં ભાવલી ઉર્ફે ભાવના અને તેના મિત્રોએ મોટરસાયકલ પર ભારે ધમાલ મચાવી હતી. હાથમાં લાકડાના ફટકા અને જુદા જુદા પ્રકારના હથિયારો સાથે મોટરસાયકલ પર નીકળી રાહદારીઓને ભારે હેરાન પરેશાન કરતા હતા. આ ધમાલ મચાવતી ભાવલીનો વિડીયો પાછળથી આવતા કાર ચાલકે મોબાઇલમાં બનાવ્યો હતો, જે વાયરલ થયો હતો. 


ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં એવું તો શું કહ્યું કે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ


આ ઉપરાંત ભાવલી અને તેના મિત્રોએ આ જ સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી પણ સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા અંગે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ કરી હતી.


જેમાં પોલીસે ગત રોજ ભાવનાના ચાર મિત્રોની ધરપકડ કરી હતી. જ્યારે ભાવલીને કાપોદ્રા પોલીસે આજે કામરેજ વિસ્તારમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ અગાઉ કાપોદ્રા પોલીસે જાહેરમાં લોકોને હેરાન કરવા બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભાવલી સુરતમાં જ નહીં પરંતુ બહાર દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી અને ત્યાં પણ તેને ધમાલ કરી હતી. ભાવલી અને તેના મિત્રોની નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નાની દમણમાં ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો જ્યાં ભાવના વોન્ટેડ છે. ત્યારે ભાવનાનો કબજો દમણ પોલીસને સોંપવામાં આવશે.


ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકી : ભારત-ઓસ્ટ્રેલિયા મેચ સમયે મોકલ્યો હતો Video