તેજશ મોદી/ સુરતઃ પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિને માર મારવાની વધુ એક ઘટના બહાર આવી છે. અમરોલી પોલીસ મથકના પીએસઆઈએ અનિલ પાંડે નામના વ્યક્તિને ઢોરની જેમ પટ્ટા વડે ફટકાર્યો, પીડિતના પગની ચામડી ઉતરી ગઈ છે. પીડિતે સાંજે 6 કલાક પછી અમરોલીના પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં અમરોલી પોલીસ મથકમાં એક આરોપીને પટ્ટા વડે મારવાની ઘટના બહાર આવી છે. ઘટના અંગે અનિલ પાંડેએ જણાવ્યું કે, અમરોલીમાં એક સોસાયટીમાં બુધવારે અમારો અંદર-અદર ઝઘડો થયો હતો. ત્યાર પછી પોલીસે અમને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવીને પુરી દીધા હતા. આજે ગુરૂવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અમને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 


પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢીને અમને પુછવામાં આવ્યું કે, હવે તમારે શું કરવાનું છે? અમે માત્ર એટલું જ કહ્યું હતું કે, જે કંઈ થશે તે કોર્ટમાં થશે. અમે કોર્ટમાંથી જામીન મેળવીને છુટી જઈશું. આટલી વાતચીત થયા પછી અમરોલી પોલીસ સ્ટેશનની બહાર જ સ્થાનિક પીએસઆઈએ પટ્ટા વડે અમને ઢોર માર માર્યો હતો. સાંજે કોર્ટમાંથી છુટી ગયા બાદ અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા છીએ અને PSI સામે ફરિયાદ પણ નોંધાવી છે.  


પોલીસ કર્મચારીઓને હવે પોતાના ખાનગી વાહન પર 'પોલીસ' લખાવવું પડશે ભારે


રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ પાંડેએ તેમના શરીર પર પડી ગયેલા મારના નિશાન પણ બતાવ્યા હતા. અનિલ પાંડેએ અમરોલી પોલીસ સ્ટેશનના મહિલા PSI કારેણા પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. 


શહેરમાં ખટોદરા કસ્ટોડિય ડેથ બાદ પોલીસની વધુ એક ક્રૂરતા સામે આવી છે. પીડિતના શરીર પર મારના કારણે ઉઝરડા પડી ગયા છે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....