ચેતન પટેલ/સુરત: શહેરમાં 7800 કરોડના સટ્ટાકાંડમાં ઝડપાયેલા 4 આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડી મોકલી આપવામાં આવ્યો છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં નામદાર કોર્ટે આજે કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોસેલે 7800 કરોડનું સટ્ટાકાંડ પકડ્યું હતું
દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના આ કૌભાંડની તપાસ ઇકો સેલને કરી રહી હતી. હાલ ઝડપાયેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીને હુકમ કરાયો હતો. પોલીસ તપાસમાં 7800 કરોડના ઓનલાઇન ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. શિવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની ઓફિસની આડમાં ધમધમતા ઓનલાઇન સટ્ટાકાંડનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. એકાદ વર્ષ પહેલાં ઈકોસેલે 7800 કરોડનું સટ્ટાકાંડ ડિંડોલીમાં રાજમહલ મોલમાં પકડી પાડ્યું હતું. આ ગુનામાં ઈકોસેલે બે દિવસ પહેલાં 4ને પકડી પાડ્યા હતા.


હજુ કિશન સહિત 15 આરોપીઓ વોન્ટેડ
ચકચારી સટ્ટાકાંડમાં પકડાયેલા આરોપીમાં 1 બકુલ કિર્તીપાલ શાહ, 2 હર્ષ કમલેશ શાહ, 3 પાર્થ શૈલેષ જોષી, 4 આકાશ પ્રવિણચંદ્ર પારેખ છે. ચારેયને ઈકોસેલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. એક આરોપીનો ફોટો નેતાના પુત્ર સાથે છે. દુબઈમાં બેસી કિશન સટ્ટાંના કરોડોના હવાલા કરતો હતો. કિશને 30થી 40 હજારના પગાર પર 4 જણાને નોકરીએ રાખ્યા હતા. કિશનના કહેવાથી 4 આરોપી એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર અંગે જણાવતો હતો. હજુ કિશન સહિત 15 આરોપીઓ વોન્ટેડ છે. જેમાં મોટેભાગના આરોપી દુબઈ ભાગી ગયા હોવાની વાત છે. તે વખતે શરૂઆતમાં સૂત્રધાર સહિત 4 પકડાયા હતા. જેમાં કુલ 9 પકડાયા છે. 


ચોંકાવનારી વિગતો મળી
આરોપી પાસેથી બેંકોના 76 ડમી ખાતાઓ પોલીસે ફ્રીજ કર્યા હતા. આરોપીના IDBI બેંકના 3 ખાતામાંથી 1217 કરોડ 80 લાખ ટ્રાન્જેક્શનો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. સાથે 1.72 કરોડ ફ્રીઝ કર્યા હતા. હુઝેફાને ઓનલાઇન બેટીંગ એપમાં ગેરકાયદે લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહારો કરતો હતો. પોલીસે આરોપીના બેંકના ખાતાઓનું સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવ્યું હતું. જેમાં માત્ર એક જ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 600 પાનાનું હતું. જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.જોકે આજે ઝડપાયેલા 4 આરોપીઓને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડ ની માંગણી નહિ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.