Crime News ચેતન પટેલ/સુરત : હવે રીક્ષામાં સવારી કરનારા મુસાફરો પણ સલામત રહ્યા નથી. સુરતમાં રીક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. સુરતના કતારગામ પોલીસે રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી અનેક ગુના ઉકેલી કાઢ્યા છે. ઝડપાયેલા 3 ગેંગના 6 સાગરીતો પાસેથી પોલીસે 60 મોબાઈલ સહિત 8.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં પેસેન્જરને ઓટો રીક્ષામા પાછળની સીટ ઉપર બેસાડી તેની નજર ચુકવી મોબાઇલ ચોરી કરનાર ઇસમો ઓટો રીક્ષા સાથે કતારગામ જનતાનગર પાળા પાસેથી પસાર થઇ રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાદમાં કતારગામ પોલીસે પહેલા બે આરોપી ને ઝડપી પાડ્યા હતા એટલું જ નહીં પણ ઝડપાયેલા બન્નેની પૂછપરછમાં મોબાઈલ ચોરીના અનેક ગુનાઓ સામે આવ્યા હતા. પોલીસે ઓટો રીક્ષા અને બન્નેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી. ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે સતત પેટ્રોલિંગ કામગીરી ચાલી રહી છે. જેને આધારે એક અઠવાડિયામાં 3 ગેગ ઝડપી પાડવામાં આવી છે. 


સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું


ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 3.58લાખથી વધુની કિંમતના 60 મોબાઈલ અને 4 ઓટો રીક્ષા જેની કિંમત 5.30 લાખ મળી 8.88 લાખનો મુદ્દામાલ કબજે લીધી છે. પોલીસે ત્રણેય ગેગને અલગ અલગ જગ્યા પરથી પકડી છે. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર અને જેલવાસ ભોગવી ચૂક્યા છે. 


  • પહેલી ગેગ ડભોલી માંથી ઝડપાઇ હતી. જેમાં 4 આરોપીઓ પાસેથી 19 મોબાઈલ કબજે લેવાયા છે. જેમાં એક આરોપી લૂંટ ચોરીના ગુના માં અને 2 જો ફેઝીલ સામે પાસા ભોગવી ચુક્યો છે. 

  • બીજી ગેગ કતારગામમાંથી ઝડપાઇ હતી. જેમાં 4 આરોપીઓ પાસેથી 17 મોબાઇલ પકડાયા છે. એક ખરીદનાર છે. 

  • ત્રીજી ગેંગના 2 આરોપીઓ પાસેથી 24 મોબાઈલ કબજે લેવાયા છે. યુસુફ શેખ સામે 10 અને સૂફીયાન સામે 11 ગુના નોંધાયા છે. 


આ વિશે સુરત ઝોન-3ના ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ત્રણેય ગેંગની મોડ્સ ઓપરેન્ડી રિક્ષામાં મુસાફરને પાછળ બેસાડી નજર ચૂકવી મોબાઈલ તફડાવવામાં માહિર હતા. પોલીસે 60 મોબાઇલ કબજે લીધા છે. IMEI સર્ચ કરી તમામ મોબાઇલ માલિકોને બોલાવવામાં આવશે અને કાયદેસર ની કરી મોબાઈલ પરત આપવામાં આવશે. 


આ દેશે ભારતીયોને આવકારવા લાલ જાજમ પાથરી, અહી વિઝા મળ્યા તો ડોલર કરતા વધુ કમાશો