Surat Crime News ચેતન પટેલ/સુરત : સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે SOGને એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે. પરંતું આરોપીઓ પોલીસના હાથે લાગ્યા નથી. પરંતુ એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું છે. પરંતું સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસ દ્વારા લાલ આંખ...


સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલ ગેટ લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી હતી. એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. તે દરમિયાન આરોપી મોહમ્મદ કાસીફ ઉર્ફે પશીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે, જેનું વજન 1 કિલો હતું અને તે લઈને નીકળ્યો હતો. એક કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. 


માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળ


તે સમયે પોલીસને જોતા જ આ કાસીફે એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધુ હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે એક મોપેડ અને એક બાઈક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ ઉર્ફે પશીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે 1,02,30,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી


પોલીસને જોતા જ ડ્રગની સપ્લાય કરનાર અને ડ્રગ્સ લેવા આવનાર બંને પોતાની ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા અને ફિલ્મી ઢબે પોલીસે આરોપીઓને પકડવાનો પ્રયાસ પણ કર્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એકાદ કિલોમીટર સુધી પોલીસે આ ડ્રગ્સ માફિયાઓનો પીછો કર્યો હતો. પરંતુ પોલીસને ચકમો આપીને બંને ઇસમો ભાગવામાં સફળ રહ્યા.


સવાલ છે કે, PCB પોલીસ અને SOG પોલીસનો આટલો મોટો કાફલો હોવા છતાં આરોપી નાસી છૂટતા પોલીસની કામગીરી પર અનેક સવાલ પેદા થયા છે. 


હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી