સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ગુમ, દિલ્હી પોલીસ ઉઠાવી ગયાના 8 મહિનામાં કોઈ અત્તોપત્તો નથી
Surat Police Constable Missing : ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના ગુનામાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી મિથુનને પુછપરછ માટે લઈ જવાયો હતો... જેના બાદથી તે ગુમ છે
Surat News ચેતન પટેલ/સુરત : ગુમ થયેલા સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલની પત્નીની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મહિલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી કે, æસાહેબ, મારો પોલીસ પતિ 8 માસથી ગુમ, દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ હતી એક વેપારીનો ફોન રેકોર્ડ કરતાં દિલ્હી પોલીસ લઈ ગઈ હતી, પતિ હાજી ઘરે આવ્યા નથી શોધી આપો.’
છેલ્લા 10 મહિનાથી ગુમ પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીના પત્નીએ આજીજી કરી છે કે, ‘મુખ્યમંત્રી સાહેબ, તેમના પોલીસ પતિ 8 મહિનાથી ગુમ છે, તેને દિલ્હી પોલીસ ઉપાડી ગઇ છે, ન્યાય આપો. આ લાગણી છે સુરતના મહિધરપુરાના પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ મિથુન રંગાભાઇ ચૌધરીના પત્ની શર્મિલા ચૌધરીની. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે, તેની ખાતરી મુખ્યમંત્રીને જ થાય તેટલા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પીડિત પરિવારોને લઇને મુખ્યમંત્રીને રજૂઆત કરવા મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતા.
ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે
અમિત ચાવડાએ પીડિતાને ન્યાય આપવાની માગ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિથુન ચૌધરી મહિધરપુરા પોલીસ સ્ટેશન ઝોન- 2માં ફરજ બજાવતા હતા. તેઓ ફોન રેકોર્ડિંગનું કામ કરતા હતા. તેમના એક મિત્રે દિલ્હીના એક બિઝનેસમેનનો ફોન રેકોર્ડિંગ કરવા કહ્યુ હતું. ચૌધરીએ તેમના યુઝર આઇડીથી ફોન રેકોર્ડ કર્યો હતો. દિલ્હીના બિઝનેસ મેનને આ વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. તે પછી દિલ્હી પોલીસ ચૌધરીને ઉઠાવી ગઈ હતી. ડિટેક્ટીવ એજન્સીને ગેરકાયદેસર કોલ ડિટેઈલ વેચવાના કેસમાં દિલ્હી પોલીસે સુરતના હેડ કોન્સ્ટેબલ વિપુર કોરડીયાના ગત ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં દિલ્હી પોલીસ અન્ય હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને પુછપરછ માટે દિલ્હી લઇ ગઈ હતી. બાદમાં મિથુન ચૌધરી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.
રત્ન કલાકારના પરિવારનો આપઘાત, જાહેરમાં મોત વ્હાલુ કરતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા
શર્મિલા ચૌધરીએ જણાવ્યું કે, અમે દિલ્હી પોલીસમાં તપાસ કરતાં તેમણે કહ્યું હતું કે, અમે ઓગસ્ટ 2022માં ચૌધરીને છોડી મૂક્યા હતા. કોન્સ્ટેબલની પત્નીને શંકા છે કે, તેમના પતિનું અપહરણ કરી કોઈકે ગોંધી રાખ્યા છે. સમગ્ર મામલે મિથુન ચૌધરીના પત્ની શર્મિલા ચૌધરી અને દીકરી ધ્રુવી ચૌધરીએ સરકાર પાસે મદદ માંગી છે.
ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસે સુરત પોલીસના એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી જે કોન્સ્ટેબલને પુછપરછ માટે લઈ ગઈ હતી તે બાદમાં રહસ્યમય રીતે ગુમ થતા તેનો પરિવાર તેનું અપહરણ થયું હોવાનો આક્ષેપ કરે છે. કોન્સ્ટેબલ દિલ્હી પોલીસની પુછપરછ બાદ રેલવે સ્ટેશને એકલો આવતા અને ટિકિટ લેતા નજરે પડયા બાદથી ગૂમ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે પણ પત્તો મળ્યો નથી. દરમિયાન મિથુન ચૌધરીને ફરજ પર હાજર થવા 6 જૂને નોટિસ પાઠવવામાં આવી છે. મિથુન ચૌધરીનો ફોન પણ બંધ છે. જેથી હાલ સુરતમાં રહેતો તેનો પરિવાર ચિંતાતુર બન્યો છે.
બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યું અને ગુજરાત પર ક્યારે ત્રાટકશે, આવ્યા લેટેસ્ટ અપડેટ