ચેતન પટેલ/સુરત :પોલીસ સલામતી માટે હોય છે, લોકોને હેરાન કરવા માટે નહિ. પરંતુ લોકોના રક્ષક ક્યારેક ભક્ષક પણ બની જતા હોય છે. પોલીસ દબંગાઈ કરતી હોય તેવા અનેક કિસ્સાઓ, વીડિયો સામે આવ્યા છે. પરંતુ સુરત પોલીસનો જે વીડિયો સામે આવ્યો છે, તે બતાવે છે કે, પોલીસ લોકોને પોતાના ખૌફમાં જીવવા મજબૂર કરી રહી છે. સુરતની ડીંડોલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે.  


આ પણ વાંચો : રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીંડોલી પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં કેવા કારસ્તાન કરે છે તેવો આ બોલતો પુરાવો છે. ડીંડોલી પોલીસે એક યુવકને જાહેરમાં ઢોર માર માર્યો છે. પોલીસ કર્મચારીઓએ યુવકને રસ્તા પર સૂવડાવીને માર માર્યો હતો. ત્રણ પોલીસવાળા યુવક પર તૂટી પડ્યા હતા, અને તેને લાત મારી રહ્યા હતા. બાદમાં તેને વાનમા બેસાડાયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ રાહદારી યુવક પોલીસના સવાલોના જવાબ આપતો ન હોવાથી તેને માર મરાયો હતો. જ્યાં આ ઘટના બની હતી, ત્યાં નજીક રહેતા કોઈએ આ વીડિયો ઉતાર્યો હોય તેવું દેખાય છે.


આ પણ વાંચો : SSG હોસ્પિટલના પેસેજમાં કલાકો સુધી રઝળી કોરોના દર્દીની લાશ, કોઈએ PPE કીટ પણ ન પહેરાવી



જોકે, સમગ્ર સુરત શહેરમા શહેરમાં ડીંડોલી વિસ્તારમાં પોલીસની દબંગાઈનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં લોકો સુરત પોલીસના વખાણ કરતા થાકતા ન હતા, ત્યાં લોકો હવે થૂંથૂં કરી રહ્યાં છે.