Surat Police: 31 ફર્સ્ટની રાત્રે દારૂ પીધો તો આવી બનશે! સુરતમાં પોલીસ કમિશનરે બનાવ્યો એક્શન પ્લાન
આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા નશાબાજો પર નકેલ કસવા માટે 200 બ્રેથ એનેલાઈઝર દ્વારા નશાબાજોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યાં છે.
ઝી બ્યુરો/સુરત: સુરતમાં નવા વર્ષ 2024ને આવકારવા અનેક આયોજનો થયા છે. ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રે લોકો છાંટો પાણી કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર દ્વારા હુંકાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું કે, આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા નશાબાજો પર નકેલ કસવા માટે 200 બ્રેથ એનેલાઈઝર દ્વારા નશાબાજોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિટ: કેવી રીતે થાય છે પ્રોસેસ, કેટલો મળે?
શહેરમાં પોલીસ સુરક્ષા-બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે. ઉજવણીના માહોલ દરમ્યાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે. જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે.
ગુજરાતના યુવાનો માટે ખુશખબર; સરકારી નોકરીમાં થશે મોટી ભરતી, જાણો ક્યારે થશે જાહેરાત?
પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયુ છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે. જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરાયો છે. ઉજવણી દરમ્યાન સિસ્ટમની જાળવણી લોકોના હિતમાં રહેશે. ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ક્યાં વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે,તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોન ની મદદ લેવામાં આવશે.
ઉત્તરાયણ પહેલાં જ ગુજરાતમાં વધુ એક પરીક્ષા લેવાશે; તારીખ જાહેર, 11 જિલ્લામાં યોજાશે
છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા-ફરવાનું લોકો ટાળવુ જોઈએ. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઝુંબેશ ચાલું છે. પ્રતિદિવસ 40-50 કેસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે.અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારમાં ગુનામાં સંડોવાયેલ લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે..આજદિન સુધી સુરતના ઇતિહાસમાં પાસા ની આટલી મોટી કાર્યવાહી થઈ નથી.ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણી વીણી ને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.ઓપરેશન ફરાર હેઠળ 368 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
અયોધ્યા માટે અંબાજીથી મોકલવામાં આવશે 'અજય બાણ', જાણો શું છે શ્રી રામ સાથેનો ઈતિહાસ?
31ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે. ડ્રગ્સ ડિટેકટ કીટનો મહતમ ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સ નું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેકટ કિટનો ઉપયોગ કરવામાં આવશે. તમામ પોઇન્ટ પર પોલીસ દ્વારા ડ્રગસ ડિટેકટ કિટનો ઉપયોગ કરવામાં આવશે. ડુમસ, અલઠાણ વેસુ સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે. જેના પર પોલીસની બાઝ નજર રહેશે. હોટેલ,રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
કેળાની વાડીમાં શિક્ષિકા અને વિદ્યાર્થીનું ઈલુ ઈલુ, પિકનિકમાં કરી ચુમ્માચાટી
શહેર પોલીસના 25 હજાર જેટલા સીસીટીવી કેમેરા ખાસ એપ સાથે ઇન્ટ્રીગેટેડ કરવામાં આવ્યા છે,જેના થકી બાઝ નજર રાખવામાં આવશે. શહેર પોલીસનું મોટાભાગના નાકા પર સઘન ચેકીંગ રહેશે. શહેરના રસ્તાઓ પર લોકો ઉજવણી કરે તે દરમ્યાન પોતાની અને અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
- 4 હજાર પોલીસ જવાનો
- 4 એસઆરપી કંપની
- 965 હોમગાર્ડ ના જવાનો
- 510 ટીઆરબી જવાનો