તેજસ મોદી/સુરત: સામાન્ય રીતે સરકારી નોકરી અંગે લોકોના મનમાં એક પ્રકારની ગ્રંથી બંધાયેલી હોય છે. સરકારી નોકરી એટલે શનિ-રવિ રજા અને ઓફિસ ટાઇમની સવારે 10થી સાંજના 7 સુધીની નોકરી, પરંતુ પોલીસની નોકરીમાં કોઇપણ પ્રકારની રજા કે વીકઓફ હોતા નથી. માટે જ સુરત શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ માટે ઔતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુરત પોલીસ કમીશ્નર શતીશ શર્માએ પોલીસ અધિકારીઓને વિક ઓફ આપની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સુરત શહેરમાં નોકરી કરતા પોલીસ અધિકારીઓને વિકલી ઓફ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે રવિવારે પીઆઇ અને પીએસઆઇને રવિવારે વિકઓફ આપવાનો નિર્ણય કરવામાં આવતા પોલીસ બેડામાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. આ પ્રકારનો નિર્ણય પોલીસ અધિકારીઓ માટે લેવામાં આવતા પોલીસ સ્ટેશનની જવાબદારી વિકલી ઓફના દિવસે અન્ય અધિકારી જેમ કે, સેકન્ડ પીઆઇ  અથવા તો સિનિયર પીએસઆઇને આપવામાં આવશે.


મામાએ પાડોશી સાથે શારીરિક અડપલા કરતા 10 વર્ષના ભાણાની કરાઇ હત્યા


મહત્વનું છે, કે અન્ય અધિકારીઓને રવિવાર સિવાયના દિવસે વિકલી ઓફ આપવામાં આવશ. પોલીસ અધિકારી માટે આ નિર્ણય થી પોલીસ પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વું છે, કે પોલીસ અધિકારીઓને રજા નથી મળતી, તહેવારોમાં પણ પોલીસ અધિકારીઓને બંદોબસ્ત હોવાથી તેમના પરિવાર પાસે તહેવાર ઉજવી શકતા નથી. પોલીસ અધિકારી માટે લેવામાં આવેલ આ નિર્ણય ઐતિહાસિક માનવામાં આવી રહી છે.