સુરત પોલીસની નકલી દારૂ બનાવતી ફેક્ટરી પર રેડ, આરોપી રાજસ્થાનથી શીખીને ગુજરાતમાં દારૂ બનાવતો
Surat News : સુરતમાં કેમિકલ મિશ્રિત દારૂની ફેકટરી ઝડપાઈ... બે રીઢા આરોપીઓને PCBએ ઝડપી પાડ્યા.... 9.28 લાખની કિંમતનો દારૂ ઝડપાયો.... અગાઉ કલ્પેશ સામરીયા 3 વખત દારૂની ફેરાફેરી કરતો ઝડપાયો હતો.... રાજસ્થાનનાં મિત્ર પાસે દારૂ બનાવતા શીખી સુરતના પોશ વિસ્તારમાં બંગલો ભાડે રાખી બનાવતો દારૂ
Crime News ચેતન પટેલ/સુરત : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવ જિંદગી જોખમમાં મુકાય તેવો કેમિકલ મિશ્રિત બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ છે. બે રીઢા આરોપીઓની પીસીબી પોલીસે ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી 9.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બન્ને આરોપી અગાઉ પોલીસના હાથે દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચુક્યા હતાં. જેથી પોલીસથી બચવા બન્ને આરોપીઓ રાજસ્થાનથી તેમના મિત્ર પાસે દારૂ કઈ રીતે બનાવાય તે શીખીને સુરત આવ્યા હતા. અહીં કેમિકલ યુક્ત દારૂ બનાવીને અલગ અલગ વિસ્તારોમાં વેચતા હતા.
સુરત પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ઇચ્છાપોર ગામ ડાયમંડ નગર કો.ઓ. હાઉસિંગ સોસામાં આવેલા એક બંગલામાં બે ઈસમો દ્વારા બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવે છે. માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા બે ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા .પોલીસે અહીંથી આરોપી કલ્પેશ રામચંદ્રભાઈ સામરિયા તથા દુર્ગાશંકર ઉદયલાલ ખટીકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ત્યાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, 4 મોબાઈલ, પ્લાસ્ટિકના કેરબા, ઢાંકણ, સ્ટીકર, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, એક ફોર વ્હીલ જપ્ત કરી હતી.
સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી
આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં આ સિવાય બનાવટી ઇગ્લીંશ દારૂ બનાવવાનું કેમિકલ્સ અઠવાગેટ સર્કલ પાસે આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન નં.08 માં સંતાડી રાખ્યું હોવાનું જણાવતા ત્યાં પણ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી 5.25 લાખની કિમતનું બનાવટી દારૂ બનાવવાનું આલ્કોહોલ કેમિકલ 1050 લીટર તેમજ દારૂની બોટલના રીંગ સાથે બુચ વગેરે મળી કુલ 9.28 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમીયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા અગાઉ રાજસ્થાન તથા દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો. પરંતુ પોલીસ દ્વારા તેને ત્રણેક વખત દારૂ સાથે ઝડપી પાડી તેની ઉપર કેસ કર્યો હતો. જેથી તેણે રાજસ્થાન ખાતે જઈ તેના મિત્રો પાસેથી જાતે જ દારૂ બનાવવાનું શીખી લીધુ હતું.
ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે નિજ મંદિર
તેના બાદ સુરત ખાતે આવી પોશ વિસ્તારમાં બંગલો ઉંચા ભાવે ભાડેથી રાખી બનાવટી દારૂ બનાવવા અંગેનું કેમિકલ્સ, આલ્કોહોલ એસેન્સ, બુચ, સ્ટીકર વિગેરે ચીજવસ્તુઓ રાજસ્થાન ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી મંગાવી ઈચ્છાપોર સ્થિત બંગલામાં મીની ફેક્ટરી ઉભી કરી કેમિકલ્સ મિશ્રિત બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવી વેચાણ કરતા હતા. વધુમાં આરોપી અગાઉ જમીન લે વેચની દલાલીનું કામ કરતો હતો અને પોતે પણ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની પોશ સોસાયટીમાં રહેતો હોય તેમજ પોતાને આર્થિક સંકડામણ હોવાથી ઓછા રોકાણમાં વધુ આર્થિક નફો મેળળવા આ ધંધો કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ઇચ્છાપોર પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફફડાટ કે સન્માન! રિવાબાને શુભેચ્છા આપવા પૂનમબેન ખાસ ફ્લાઈટથી દિલ્હીથી જામનગર પહોચ્યા