તેજસ મોદી, સુરતઃ સુરતમાં એક સ્પા પર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી છે. શહેરના વેસુ VIP રોડ પર એક ગેરકાયદેસર સ્પા ચાલી રહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને આ વાતની બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે આ સ્પા ચાલી રહ્યું હતું. પોલીસની રેડ દરમિયાન અંબે સ્પામાંથી 18 યુવતીઓ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે મોકલ્યો ડમી ગ્રાહક
સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પર અંબે નામનું ગેરકાયદેસર સ્પા ચાલી રહ્યું હતું. પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચે અહીં રેડ પાડી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. સ્પામાં પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચને સ્પામાંથી 18 યુવતીઓ મળી આવી હતી. ગેરકાયદેસર ચાલી રહેલા સ્પામાં ગોરખંધંધા ચાલી રહ્યાં હોવાની શંકા છે. 18 યુવતીઓ સાથે ગ્રાહકો અને મેનેજર સહિત અન્ય 7ની અટકાયત કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો


18 મહિલાઓ અને 7 અન્યની ધરપકડ
સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે આ સ્પા ચાલી રહ્યું હતું. પોલીસે પહેલા એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યારબાદ અહીં ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા હતા. હાલ તો પોલીસે 18 યુવતીઓની ડિટેન કરી છે. જ્યારે ગ્રાહકો અને મેનેજર સહિત 7ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા મેનેજર સહિત અન્યની પૂછપરછ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube