ચેતન પટેલ, સુરત: લોકો પોતાના સ્વાર્થ માટે અથવા તો કોઈ વસ્તુ હાંસલ કરવા માટે કેટલી હદે લોકો કાવતરું કરતા હોય તે જાણો સુરતના પાંડેસરા વિસ્તારમાં જમીન વિવાદમાં સગાભાઈને ફસાવવા માતા-પિતાએ પોતાના જ બાળકનું અપહરણ-ગુમ થવાનું નાટક કર્યું તો પોલીસ (Police) નો જીવ તાળવે ચોટયો હતો. પોલીસે આ સમગ્ર મામલે પતિ પત્ની નો ખેલ ઉઘાડો પાડી તેમની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં પાંડેસરા સચિન સચિન GIDC જેવા વિસ્તારોમાં બાળકો ગુમ થવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. જેથી ત્યાંની સ્થાનિક પોલીસ બાળક ગુમ થયાના મેસેજ મળતા પોલીસ કામે લાગતી હોય છે. પણ પાંડેસરા વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો પાંડેસરા પોલીસે (Police) અપહરણ (Kidnap) કરાયેલા બાળકના માતા-પિતા વિરુદ્ધ જ અપહરણની ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધ્યો છે. 

Vapi ના બિલ્ડરના અપહરણ અને લૂંટનો ભેદ ઉકેલાયો, માત્ર મારવાડીને જ બનાવતા હતા નિશાન


હકીકત એવી છે કે બિહાર (Bihar) માં ભાઈ સાથે ચાલતા જમીન વિવાદમાં એક પિતાએ પોતાના જ દસ વર્ષના બાળકના અપહરણ (Kidnap) -ગુમ થવાનું નાટક પોતાની પત્ની સાથે મળી રચ્યું અને  સગા ભાઈને ફસાવવાનો તખ્તો ગોઠવ્યો. તારીખ 6 જુલાઈના પાંડેસરા ગોકુળધામ સોસાયટી રહેતા સીમાદેવી ચંદનસીંગ મહેન્દ્રસીંગનો 10 વર્ષનો દિકરો દિપક અચાનક પોતાના ઘર નજીકથી ગુમ થઈ ગયો હોવાની વાત સામે આવી કે પછી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયો.


આમ બાળકના માતા પિતા દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ (Police) માં જઈ ને બાળક ગુમ થયા બાબતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવા પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. તેવામાં પાંડેસરા પોલીસ ઇન્સ્પેકટર એ.પી.ચૌધરીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુમ થનાર બાળકને ટેકનીકલ તેમજ માણસો ને માહિતી આપી બાળકને શોધી કાઢવા પોલીસ જુદી જુદી ટીમને કામે લગાડી હતી.

Teen India Competition: સુરતી ગર્લે દેશમાં વગાડ્યો ડંકો, 16 વર્ષની શ્રદ્ધા પટેલે જીત્યો ક્રાઉન


પોલીસ  (Police) દ્વારા સધન શોધખોળ કરી પણ બાળક મળી આવ્યું ન હતું બાદમાં પોલીસે  (Police) આખરે તપાસ દરમિયાન બાળકના પિતાજી ચંદનસિંગ પર શંકાના આધારે સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતો. પિતા ચંદનસિંગનો તેમના ભાઇ લવકુશસિંગ સાથે મુળ વતન બિહારમાં જમીનને લઇને ઝઘડો ચાલી રહ્યો છે. ભાઇ લવકુશને પોતાના જ દીકરાના અપહરણમાં ફસાવી દેવા આવું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.

Limkheda અને GHOGHMBA BJP ના WhatsApp ગ્રુપમાં શેર કર્યા અશ્લીલ ફોટા, મહિલા હોદ્દેદારો ટપોટપ થયા લેફ્ટ


બાદમાં પોલીસે  (Police) માતા પિતાની અટકાયત કરી પૂછપરછ કરું કે બાળક ક્યાં સંતાડવામાં આવ્યું તો દિકરાને માતાની સાથે કામ કરતી મહિલાને ઘરે મોકલી આપ્યો હતો. આખરે  પાંડેસરા પોલીસ તપાસમાં બાળક મળી આવતા અપહરણ અને ગુમ બાળકના ગુનાનો ભેદ ઉકેલી બાળકને શોધી પોલીસ સફળ રહી છે. એટલું જ નહીં પણ આ ગુનામાં બાળકના માતા પિતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube