ડ્યુટીની સાથે સમાજ સેવા, IPS ઉષા રાડાએ માતાની હત્યા બાદ નિરાધાર બનેલા 4 બાળકોની જવાબદારી ઉપાડી
પોલીસ અને તબીબો એ લોકો હોય છે, જે લોકો સાથે દર્દ સાથે જોડાયેલા હોય છે. તેને નજીકથી જુએ છે. આવામાં અનેક પોલીસ કર્મચારીઓ અને તબીબો લોકોની મદદે સામે આવતા હોય છે. આવા અનેક કિસ્સા છે. જેમા વધુ એક નામ સામેલ થયુ છે. માતાની હત્યાં બાદ નિરાધાર બનેલ બાળકોના વહારે સુરત પોલીસ આવી છે. ગત મહિને બનેલી એક ઘટનામાં નિરાધાર બનેલા ચાર બાળકોને સુરતના એસપી ઉષા રાડાએ તમામ બાળકોની જવાબદારી ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :પોલીસ અને તબીબો એ લોકો હોય છે, જે લોકો સાથે દર્દ સાથે જોડાયેલા હોય છે. તેને નજીકથી જુએ છે. આવામાં અનેક પોલીસ કર્મચારીઓ અને તબીબો લોકોની મદદે સામે આવતા હોય છે. આવા અનેક કિસ્સા છે. જેમા વધુ એક નામ સામેલ થયુ છે. માતાની હત્યાં બાદ નિરાધાર બનેલ બાળકોના વહારે સુરત પોલીસ આવી છે. ગત મહિને બનેલી એક ઘટનામાં નિરાધાર બનેલા ચાર બાળકોને સુરતના એસપી ઉષા રાડાએ તમામ બાળકોની જવાબદારી ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
ગત મહિને સુરતના પલસાણાના વરેલી ખાતે સંગીતા લોખંડે નામની વિધવા મહિલાની હત્યા કરવામાં આવી હતી. સગા ભત્રીજાએ જ કાકીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા બાદ મહિલાના ચાર બાળકો નિરાધાર થયા હતા. જેમાં બે પુત્રી અને બે પુત્રીનો સમાવેશ થાય છે. આ બાબતે સુરત એસ.પી. ઉષા રાડાએ અંગત રસ દાખવી બાળકોની વહારે આવ્યા છે. તેમણે સંતાનોનું શિક્ષણ, જીવન ઉછેર, પુનઃવસન કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. સુરત એસપી ઉષા રાડાએ આ સરાહનીય પહેલ કરી છે. ચારેય બાળકો પગભર ન થયાં ત્યાં સુધી તેમના જમવા, રહેવાની, તથા અભ્યાસની તમામ જવાબદારી તેમણે ઉપાડી છે. હાલ ચારેય બાળકોને કામરેજ ખાતે આવેલ 'વાત્સલ્ય ધામ' ખાતે રખાયા છે.
આ પણ વાંચો : ગીરના જંગલમાં બની અદભૂત ઘટના, સસલાને રેસમા હરાવનારા કાચબાએ જંગલના 3 સિંહોને હંફાવ્યા
ગુજરાત પોલીસમાં મહિલા અધિકારી તરીકેની અલગ છબી ધરાવતા ઉષા રાડા દેસાઈ હાલ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સુરત ગ્રામ્ય પોલીસમાં 45 વર્ષમાં પહેલી વાર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મહિલા IPS અધિકારી ઉષા રાડા દેસાઈની નિમણુંક કરવામાં આવી છે.
કડક છાપ ધરાવતા ઉષા રાડા કુંટણખાના અને અન્ય અત્યાચારોમાંથી અસંખ્ય મહિલાઓને છોડાવીને સમાજમાં લાવ્યાં છે. તેમની આ પહેલ અસંખ્ય લોકોને સમાજ સેવાની નવી રાહ ચીંધશે.