ઝી મીડિયા/બ્યૂરો :હાલ સર્વત્ર લોકો પર પુષ્પાનો નશો ચઢ્યો છે. તેના ગીતના રીલ્સ સોશિયલ મીડિયા પર ફેમસ બની રહ્યાં છે. તો નાના બાળકોથી લઈને મોટા લોકો અલ્લુ અર્જનની સ્ટાઈલ કોપી કરી રહ્યાં છે. આવામાં સુરત પોલીસે પણ લોકોને સમજાવવા માટે પુષ્પા (pushpa) ફિલ્મનો સહારો લીધો છે. સુરત પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં અલ્લુ અર્જુન (allu arjun) ના ડાયલોગ અને પોસ્ટરનો ઉપયોગ કરીને લોકોને મેસેજ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસે (surat police) ટ્વિટર પર શેર કરેલા પોસ્ટર પર લખ્યુ કે, શહેરમાં કશુ જ ઈલ્લીગલ દેખાય, તો નમવુ નહિ. 100 નંબર ડાયલ કરવો. 



ઈન્સ્ટાગ્રામ પર જે રીતે ફિલ્મ પુષ્પાનો ફિવર ચઢેલો છે, ત્યારે લોકોને પણ સુરત પોલીસ અનોખી રીતે મેસેજ આપવા માંગે છે. સુરત પોલીસ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. સતત પોસ્ટ કરીને લોકોને અવેર કરાય છે.