• સુરત પોલીસના નિવૃત્ત થયેલ ડોગ માટે વિદાય સમારોહ યોજાયો

  • ગુનાઓ ઉકેલવા સુરત પોલીસ માટે આ બંને ડોગ મદદરૂપ સાબિત થયા હતા


ચેતન પટેલ/સુરત :સુરત પોલીસ પાસે રહેલા બંને ડોગની ઉમર પાકી ગાઈ છે. બંને ડોગની ઉમર પાકી જતા ઘરડા આશ્રમમાં મોકલવામાં આવ્યા છે. સુરતમાં દરેક ગુનામાં મહત્વ રૂપ સાબિત થતા આ બન્ને ડોગ પ્રિન્સ અને અરુણાને આનંદ વેટેનરીમાં મોકલવામાં આવ્યા છે. વેટરનરી ડોક્ટરના અભિપ્રાય બાદ ડોગ્સને ધરડાઘરમાં મોકલવામાં આવ્યા છે. બંનેને નિવૃત્ત કરી તેઓની સર્વિસ સીટમાં એન્ટ્રી કરી આપતા ડાંગના ડીજીપીના પરિપત્ર અનુસાર નિવૃત્ત ડોગને આનંદ ઓલ્ડ એજ હોમ મોકલી આપવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષ ગુના ઉકેલવામાં મહત્વ ભૂમિકા
સચિન પોસ્ટમાં થયેલ 2013 હત્યાના કેસમાં આ ડોગે આરોપીને પકડવામાં મદદરૂપ સાબિત થયા હતા. તેમજ ઈચ્છાપુરમાં થયેલ હત્યાનો ભેદમાં આરોપીની ઓળખ કરવામાં પણ આ બંને ડોગની ભૂમિકા મહત્વની હતી. સચિન જી.આઇ ડી.સીમાં થયેલ લાખો રૂપિયાની ચોરી કેસમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેમજ 2014 માં ડીંડોલી વિસ્તરણ થયેલ મર્ડર કેસમાં આરોપીને ઓળખી બતાવવામાં ડોગ સ્કોડની ટીમની મહત્વ ભૂમિકા રહી હતી. તેમજ નવસારીમાં જલાલપોર ખાતે થયેલ હત્યાના કેસમાં હત્યા કરનાર આરોપીને ઓળખી પાડવામાં આ ડોગની મહત્વ ભૂમિકા સામે આવી હતી. ઇચ્છાપોરમાં થયેલ 2021 માં થયેલ હત્યાના કેસમાં પણ આરોપી સુધી પહોચાડવામાં આ બંને ડોગની મહત્વની ભૂમિકા સાબિત થઈ હતી.


આ પણ વાંચો : મામા-ફઈબાના પવિત્ર સંબંધને સનકી પ્રેમીએ લાંછન લગાવ્યું, સગીરાને જંગલમાં લઈ ગયો, પોલીસની ટીમે આખી રાત શોધ કરી


સારી કામગીરી બદલ પ્રશંસા પત્ર પણ અપાયુ હતું
આ બંને ડોગ ઇચ્છાપોર મિસિંગ 2013 અને 2014 માં પુણા પોસ્ટમાં આકસ્મિક મોત અને સુરત રેલવે પોસ્ટ વિસ્તારમાં હત્યા કેસમાં અને તાજેતરમાં સચિન જી આઇ.ડી.સી વિસ્તાર થયેલ બળાત્કાર કેસમાં પણ માર્ગદિશા બતાવીને સુરત પોલીસને મદદરૂપ થયા હતા. તેના ભાગરૂપે સુરતના અલગ અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ડોગ પ્રિન્સ અને ડોગ હેન્ડલર કનૈયા જાધવને સુરત પોલીસ કમિશનર દ્વારા સારી કામગીરી બાબતે સન્માનિત પત્ર અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યો હતો. અરુણા નામનો ડોગ VVIP અને VIP અને તહેવારમાં બંદોબસ્ત દરમિયાન મદદરૂપ સાબિત થયો હતો.


બીજી તરફ અરુણા નામનો ડોગ જે અત્યાર સુધીમાં સુરત શહેરમાં આવતા વી.વી.આઈ.પી તેમજ વીઆઈપીપીની સુરક્ષામાં હમેશા મદદરૂપ સાબિત થયા હતા. એટલું નહી પણ અફવા, ડેમો સ્ટેશન, અને જેલ ચેકીંગ અને તહેવારના સમયમાં પણ બંદોબસ્ત દરમિયાન આ ડોગની સારી કામગીરી કરી હતી. ત્યારે આજે આ સુરત પોલીસ દરેક ગુનાને ઉકેલવામાં મહત્વ રૂપ સાબિત થતા ડોગને વિદાય આપતા સુરત પોલીસની આંખમાં પણ આંસુ આવ્યા હતા. જોકે બંને ડોગની ઉમર મર્યાદા પૂર્ણ થતાં ડોક્ટરની સલાહ બાદ બંનેને ડોગના ઘરડા આશ્રમમાં મુકવામાં આવ્યા છે.