સુરત પાલિકામાં આપે એવો દાવ ખેલ્યો કે હાસ્યનું મોજું ફરી વળ્યું, પક્ષપલટુ શરમમાં મૂકાયા
surat new mayor : વિરોધ પક્ષના નેતાએ આપ પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાનું નામ મેયર પદ માટે જાહેર કર્યુ હતું. જ્યારે કે ધર્મેન્દ્ર વાવલિયા હવે આપ છોડીને ભાજપમાં ગયા છે. ત્યારે ધર્મેન્દ્ર વાવલિયા પોતાનું નામ સાંભળીને અચંબામાં પડી ગયા
Surat News : આજે ગુજરાતના ચાર મહાનગરોનો મેયરના નામની જાહેરાત કરાઈ, જેમાં સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરાઈ. જોકે, સુરતની સામાન્ય સભામાં નવા પદાધિકારીઓની નિમણૂંક પહેલા એવુ બન્યું કે હાસ્યની છોળો ઉડી હતી. તેમજ પાલિકામાં શાસક પક્ષ ભાજપની હાલત જોવા જેવી થઈ હતી. આમ આદમી પાર્ટીએ પોતાના તરફથી મેયર અને અન્ય પદ માટે નામ સૂચવ્યા હતા. જેમાં આપ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા ધર્મેન્દ્ર વાવલિયાનું નામ મેયરના ઉમેદવાર તરીકે આપવામાં આવ્યુ હતું. જેથી આખી સભામાં હસવા જેવું થઈ ગયુ હતું. તો પોતાના નામની જાહેરાત થતા જ ધર્મેન્દ્ર વાવલિયા ચોંકી ગયા હતા.
બન્યું એમ હતું કે, પાલિકાની પ્રક્રિયા મુજબ વિરોક્ષ પક્ષ પણ પોતાના મેયર તરીકે નામ જાહેર કરવુ હોય તો કરી શકે છે. સુરત મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. ત્યારે વિરોધ પક્ષના નેતાએ આપ પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાનું નામ મેયર પદ માટે જાહેર કર્યુ હતું. જ્યારે કે ધર્મેન્દ્ર વાવલિયા હવે આપ છોડીને ભાજપમાં ગયા છે. ત્યારે ધર્મેન્દ્ર વાવલિયા પોતાનું નામ સાંભળીને અચંબામાં પડી ગયા હતા.
દર્દી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હતો અને તબીબો સેલ્ફી લેતા હતા, જીજી હોસ્પિટલની ઘટના
તો બીજી તરફ જોવા જેવી તો ત્યારે થઈ જ્યારે ધર્મેન્દ્ર વાવલીયાએ ઉભા થઈને કહેવુ પડ્યુ કે, મારે મેયર નથી બનવું. ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ના તમે જ અમારા ઉમેદવાર છો. ત્યારે આ સમયે સામાન્ય સભામાં જોવા જેવી થઈ હતી. આખો માહોલ સ્તબ્ધ થઈ ગયો હતો. આખરે મૂંઝાયેલા વાવલિયાએ મેયર અને કમિશનર તરફ જોઈને કહ્યું કે મારે ઉમેદવાર રહેવું નથી એના માટે મારે શું કરવું પડશે?
આ બાદ મેયરે વિપક્ષને કહ્યું કે, તે પોતે તૈયાર નથી ઉમેદવાર બનવા માટે. તો તમે શા માટે તેમને ઉમેદવાર જાહેર કરો છો? વિપક્ષે કહ્યું કે, એ તો એમનો વિષય છે, અમારે તો એવા સજ્જન વ્યક્તિને જ મેયર બનાવવા છે. જે કાયદાકીય રીતે થતું હોય તે પ્રક્રિયા કરે. કારણ કે, તે હજી ભાજપના કોર્પોરેટર થયા નથી, તે આમ આદમી પાર્ટીના જ કોર્પોરેટર છે.
સસ્તામાં ફરો આખું ગુજરાત, લોન્ચ થઈ એવી પેકેજ ટુર કે 8 દિવસમાં બધુ ફરવા મળશે
આમ, આખો માહોલ પેચીદો બન્યો હતો. કાયદાકીય રીતે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તેને લઈને 15-20 મિનિટ તો અધિકારીઓ ગોથે ચડી ગયા હતા. આખરે પોલ ઓન કરવાની ફરજ પડી હતી અને ભાજપના મેયર માટે અને આમ આદમીના ઉમેદવાર માટે મતદાન કરવાની ફરજ પડી હતી.
આમ, આમ આદમી પાર્ટીએ પક્ષપલટો કરનારા નેતાઓને શરમમાં મૂકી દીધા હતા. સાથે જ ભાજપ પણ શરમાઈ જાય તેવી યુક્તિ ઘડી હતી.
દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો છે થનગનાટ : નામ પડતાં નાચી ઉઠી છે મનના મોર, જાણો કારણ