સુરત: ઉદ્યોગપતિ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષના આવકાર્યા હતા. સિસોદિયાની ગુજરાત મુલાકાત પહેલા જ હિરા ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતા ચહેરાઓ આપમાં જોડાયા તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે આજની મુલાકાત બાદ હવે આ ચર્ચાઓ સાચી પડવા લાગી છે. મહેશ સવાણીને આપમાં આવકાર્યા બાદ મનીષ સિસોદિયાએ જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી પ્રવીણ રામ આપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 જૂને ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીને પાર્ટીમાં આવકાર્યા હતા. ઇસુદાન બાદ લોકયાગક વિજય સુવાળા, હિરાઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અનેક સામાજીક કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિક પેલ આપનો ચહેરો બનાવી પાટીદાર સમાજના મત આકર્ષવા માટેનું આયોજન કર્યું હોવાની વ્યુહરચના ઘડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં પહેલાથી જ કિંગમેકરની ભુમિકામાં રહેલા પાટીદાર સમાજનો કોઇ મોટો ચહેરો આપમાં નથી. ગોપાલ ઇટાલિયા જરૂર આપમાં છે પરંતુ તે પાટીદાર સમાજમાં પ્રભુત્વ નથી ધરાવતો. તેવામાં કોઇ મોટો પાટીદાર ચહેરો આપમાં હોય તે ખુબ જ જરૂરી બન્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube