ગાંધીનગર: સુરતમાં બે દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગેર કાયદેસર બાયો ડીઝલ (Biodiesel)ના વેચાણ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ (Police) દ્વારા રેડ (Raid) ના બે દિવસ બાદ પણ હજુ સુધી ફરિયાદ અને પંચનામાંની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે બાયો ડીઝલ (Biodiesel), વાહનો અને રોકડ સહિત કુલ 6.90 કરોડ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તો 7 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી અસલમ તેલી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે 3 આરોપીઓ ફરાર થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી અસલમ સુરત ગ્રામ્ય વિસ્તાર માં કરંજ પાસે ખોટી રીતે લાઇસન્સ મેળવી બાયો ડીઝલ બનાવતો હતો અને હરતા ફરતા પેટ્રોલ પંપ રાખતો હતો. ટેન્કરમાંથી અન્ય ટ્રકોમાં ડીઝલ પણ વેચાણ થતું હતું. ગેરકાયદેસર બાયો ડીઝલ (Biodiesel) નું વેચાણ ઔરંગાબાદ સુધી હતું જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


હાલમાં રાજય (Gujarat) માં અમુક સ્થળોએ આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી હોવાનું રાજય પોલીસ વડા આશીષ ભાટિયા (Ashish Bhatia) ને ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી આ સંદર્ભે રાજયના તમામ જીલ્લા/શહેરના પોલીસ વડાઓને આ અંગેના એક ખાસ એકશન પ્લાન પ્રમાણે  બાયોડીઝલ (Biodiesel) ના અનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ડી.જી.પી.દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 


બાયોડીઝલ (Biodiesel) ના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલિયમ પદાર્થોનું મિશ્રણ કરીને વેચવામાં આવતુ હોવા અંગે તેમજ બાયોડીઝલ તરીકે વેચાતા આ પદાર્થો ઉદ્યોગો માટેના વપરાશના નામે આયાત થતાં હોવાથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. 


ડી.જી.પી. (DGP) ના આદેશ અનુસાર સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત (Gujarat) રાજ્ય ગાંધીનગર દ્વારા સુરત જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશન નવા વિસ્તારના કરંજ જી.આઇ.ડી.સી. મોલવણ પાટીયા પાસે આવેલી એક ફેક્ટરી તથા ભાટકોલ ગામની સીમ, માંડવી-કીમ રોડ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલા બાયોડીઝલ (Biodiesel) આશરે 1,42,900 લીટર જેની કિંમત રૂપિય 1,07,17,500 મળી કુલ રૂપિયા 6,90,75,624 નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી 07 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 24 ડીઝલ ભરવાવાળા હતા, તો 3 આરોપી ફરાર છે અસલમ તેલી મુખ્ય આરોપી છે. 


ઔરંગાબાદ માં પણ બાયો ડીઝલ (Biodiesel) મોકલવામાં અવવાની હતી તેની પણ તપાસ ચાલી રહી છે. કંડલા મેરિનમાં 11 હજાર લીટર ઝડપાયું હતું તો ગાંધીધામ (Gandhidham) માં 66 હજાર લીટર ઝડપાયું છે. છેલ્લા એક વર્ષમાં 311 ગેરકાયદેસર બાયો ડીઝલના કેસ કરવામાં આવ્યા છે. કુલ 640 લોકો ની ધરપકડ કરવામાં આવી છે. સરકારની પોલિસી પ્રમાણે ડીઝલ અને પેટ્રોલ ડીઝલમાં બાયો ડીઝલ કંપની જ નાખશે. રિટેલ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે.