ચેતન પટેલ/સુરત: સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે સર્જાયેલી દુર્ઘટનાના અનેક વીડિયો જોયા હશે, તેમ છતાં લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો સુરત રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. જોકે રેલવે સ્ટેશન પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનના ગાર્ડ અને સાવચેતીના કારણે એક મુસાફર ટ્રેન નીચે આવતા બચી ગયો હતો. ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં 40 વર્ષના મુસાફરે અચાનક સંતુલન ગુમાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે ટ્રેનના ગાર્ડ પ્રિયેશ સિંહ દ્વારા તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવતા સુરત રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે. તેમ છતાં મુસાફર 30 મીટર સુધી ટ્રેન સાથે ધસડાયો હતો.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત રેલવે સ્ટેશને પર સવાર સવારમાં બનેલી ઘટનામાં ગાર્ડેની સમયસૂચકતાના કારણે એક મુસાફરનો જીવ બચ્યો છે. ટ્રેન નંબર 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ સુરત સ્ટેશન પર આવી હતી અને 5 મિનિટના રોકાણ બાદ ફરી ઉપડી હતી. ત્યારે એક 40 વર્ષના મુસાફરે ટ્રેનના કોચમાંથી ઉતરવાના પ્રયાસમાં સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારે ગાર્ડે સમયસર બ્રેક લગાવતા તેનો જીવ બચ્યો હતો. 


સદ્દનસીબે ટ્રેનની સ્પીડ વધારે નહોતી, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. 40 વર્ષીય મુસાફર જ્યારે ટ્રેનમાંથી નીચે પડ્યો ત્યારે લોકો બચાવવા દોડ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતાં તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના પગલે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે ઘસડાતો રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube