સુરત : હવે નાગરિકો તો ઠીક પોલીસવાળાને પણ કાયદાની કંઇ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં PI ના વિદાયસમારંભની શાહી સુકાઇ નથી ત્યાં વધારે એક પોલીસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સુરતના એક પોલીસ કર્મચારીએ જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતા વિવાદ ઉભો થયો છે. વૈભવી કારમાં આતશબાજી કરી જાહેરમાં ઉજવણી કરનારા આ પોલીસ કર્મચારીઓનાં વીડિયો ફરીથી સુરતનું સોશિયલ મીડિયા ગાંડું કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામનો પોલીસ કર્મચારી વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી પોતે તમામ સત્તાઓથી પર હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે. જો કે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસ કમિશ્નર સામે સવાલો ઉઠી રહ્યા છે. નેક અને ઇમાનદાર પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા કમિશ્નર માટે કાયદો અને વ્યવસ્થા સાચવવા પડકારજનક બાબત બની છે. પોલીસ કર્મચારીઓ જ કમિશ્નરની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. 


હાલ તો પોતાના સ્ટાફ પર કમિશ્નર કડક હાથે કાર્યવાહી કરે છે કે ભીનું સંકેલે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, બર્થડે ઉજવનારા મહાવીરસિંહ સામે માતબર રકમની માંગણીના કેસમાં ખાતાકીય તપાસ ચાલી રહી છે. ઉપરાંત આ જ વિસ્તારના માથાભારે શખ્સો સાથે સાંઠગાઠ હોવાનું પણ સામે આવ્યું છે. આ માથાભારે વ્યક્તિએ જ જન્મ દિવસની ઉજવણીની ગોઠવણી કરી અને પોતાની ગાડી પણ આપી હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube