તેજસ મોદી/સુરત : લગ્નની લાલચ આપી સત્તર વર્ષીય તરૂણી પરણિત યુવકે દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પોતે અપરણિત છે, તેવી વાત તરુણીને જણાવી લગ્નની લાલચ આપી બાદમાં ફોર વ્હીલ કારમાં અપહરણ કરી પાટણ લઇ ગયો હતો. જ્યાં તરુણીની સંમતિ વિના કારમાં જ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ અંગે કોઈને જાણ કરશે તો તેના ભાઈ અને બહેનને જાનથી મારી નાંખવા અંગેની ધમકી આપી હતી. જ્યાં ચોક બજાર પોલીસે તરુણીના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમીલાબેન બારા 3 વખત ચૂંટણીમાં હારી જવા છતા ભાજપે આપ્યું અમુલ્ય ઇનામ કારણ માત્ર અને માત્ર 'વફાદારી'


ચોક બજાર વિસ્તારમાં રહેતા પરિવારની સત્તર વર્ષીય તરુણી પર પરણિત યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતું. પોતે પરણિત હોવા છતાં અપરણિત હોવાનું જણાવી જયદીપસિંહ રાજપૂતે તરુણીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. જ્યાં બાદમાં તરુણીને લગ્નની લાલચ આપી ફોર વ્હીલ કારમાં અપહરણ કરી પાટણ લઈ ગયો હતો. જ્યાં તરુણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ જો કોઈને કરશે તો તરુણીના ભાઈ અને બહેનને જાનથી મારી નાખવા અંગેની ધમકી યુવકે આપી હતી. 


વડોદરા યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, પછી માર્શલ સાથે કર્યું ઘર્ષણ


તરુણીના પરિવારજનો દ્વારા આ અંગે ચોક બજાર પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન તરુણીનું અપહરણ કરી લઇ ગયેલા આરોપી જયદીપસિંહ રાજપૂતને પોલીસે ઝડપી પાડ્યો હતો. તરુણીનું સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડીકલ પ્રશિક્ષણ કરાવવામાં આવ્યું હતું. આરોપી દ્વારા તરુણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું. જ્યા પોલીસે તરુણી કબ્જો માતા- પિતાને સોંપી આરોપીનો ધરપકડ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube