ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.


પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે આ ઘટના બની હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક રીક્ષાએ વાહનોને અડફેટે લીધા હતા. રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં હીનાબેન નામના મહિલા પોલીસ કર્મચારી વધુ ઘવાયા હતા. તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.